ઈટલીથી પંજાબના અમૃતસરમાં આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં સવાર 191માંથી 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ફફડાટ વ્યાપ્યો છે.
દેશમાં હવે કોરોના આઉટ ઓફ કન્ટ્રોલ થઈ રહ્યો છે અને તેમાંય પાછું વિદેશથી આવી રહેલા બળતામાં ઘી હોમી રહ્યાં હોય તેમ કોરોના લઈને દેશમાં આવી રહ્યાં છે. આવી જ એક ઘટનામાં ઈટલીથી પંજાબના અમૃતસરમાં આવેલી એર ઈન્ડીયાની ફ્લાઈટમાં 125 યાત્રીઓ કોરોના પોઝિટીવ નીકળતા ચિંતા વધી છે. દેશમાં પહેલી વાર કોઈ ફ્લાઈટમાં આટલી મોટી સંખ્યામાં લોકો કોરોનો પોઝિટીવ નીકળ્યાં છે.
અમૃતસર એરપોર્ટ ડિરેક્ટર વીકે શેઠે માહિતી આપતા જણાવ્યું કે એર ઈન્ડીયાની ઈટલી-અમૃતસર ફ્લાઈટમાં 125 પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. અમૃતસર એરપોર્ટ પર તેમનો ટેસ્ટ કરાયો હતો જેમાં તેઓ પોઝિટીવ નીકળતા ક્વોરન્ટાઈન કરાયા છે.
કોરોના પોઝિટીવ 125 યાત્રીઓને ક્વોરન્ટાઈન કરાયા
અમૃતસર એરપોર્ટ પર એર ઈન્ડીયાની ફ્લાઈટના મુસાફરોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમાં આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓ કોરોના પોઝિટીવ નીકળ્યાં હતા. કોરોના પોઝિટીવ થયેલા તમામ પ્રવાસીઓને ક્વોરોન્ટાઈન કરી દેવાયા છે.