અમદાવાદમાં સ્ટોન કિલરે યુવકનું પથ્થર વડે મોઢું છૂંદી કરપીણ હત્યા કરી

અમદાવાદમાં સ્ટોન કિલિંગનો હત્યાનો અરેરાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે. પથ્થર વડે મોઢું છૂંદી હત્યારો ફરાર થઇ જતા પોલીસે કાર્યવાહી હાથ ધરી

રાજ્યમાં ફરી એકવાર સ્ટોન કિલિંગનો કિસ્સો સામે આવતા ખળભળાટ મચ્યો છે. શહેરના નારોલ વિસ્તારમાં સ્ટોન કિલિંગનો ચકચારી કિસ્સાએ આસપાસના લોકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્ટોન કિલરે કરેલી હત્યાની થિયરી જોઈને તેની માનસિક વિકૃતિનો પોલીસે અંદાજો લગાવ્યો છે. સ્ટોન કિલરે યુવકનું પથ્થર વડે મોઢું છૂંદી કરપીણ હત્યા કરી છે અને ત્યારબાદ સ્ટોન કિલર ફરાર થઈ ગયો છે. યુવકની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

સ્ટોન કિલર યુવાનની હત્યા કરી ફરાર થઇ જતા લોકોમાં ડર જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે પથ્થર વડે મોઢું છૂંદી યુવકની રાજકુમાર યાદવ નામના યુવાનની હત્યા કરાઈ હોવાની માહિતી સામે આવી છે. આ સમગ્ર બનાવને નારોલ સ્થિત સનરાઈઝ હોટલ પાછળ અવવરા મકાનમાં હત્યાને સ્ટોન કિલરે અંજામ આપ્યો હતો. ઘટના સામે આવતા સ્ટોન કિલરને શોધવા નારોલ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. તો યુવકની હત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *