બાળ-મજુરી વિરોધ દિવસ-12 જૂન…

વિશ્વ મજુર સંગઠન: “International Labour Organization” એટલે કે ILO એ United Nations ની સંસ્થા છે. અને દુનિયામાં કાર્ય (work) ને લગતી બાબતો ઉપર નજર રાખે છે અથવા નિયંત્રિત કરે છે. વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ILO એ દર વર્ષે 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારથી દર વર્ષે આખી દુનિયાની સાથો સાથ ભારતમાં પણ 12 જૂન બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે મનાવાય છે.

બાળ-મજુરી એ વર્તમાન સમય અને સમાજનું કલંક છે. અગાઉ ના સમય માં જ્યારે જાગૃતિનો અભાવ હતો ત્યારની વાત ન કરતા

આજે આપણે બાળ-મજુરીના કલંકને દૂર કરવા કમર કસી રહ્યા છીએ , કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈ પણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે પણ ચડી જાય છે.

કેટલાય બાળકો ભણવાની ઉમર માં ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક કુમળી વય ના બાળકો નજરે પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને ક્યારેક વેઠ પણ કરાવાય છે. વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાના કાર્યો બળજબરી પૂર્વક કરાવાય છે એ જાણીને આપણને આપણા સમાજ ઉપર શરમ આવવી જોઈએ. આમ છતાં સમાજની નબળાઈઓ સમાજે જ દૂર કરવી રહી એ નાતે આવો આપણે સૌ સાથે મળી ને બાળ-મજૂરીને તેના દરેક સ્વરૂપે સમાજમાંથી દૂર કરવા ની બનતી કોશિષ કરીએ તો
કંઈક અંશે આ વિષય પર આપણે ધ્યાન કેન્દ્રિત કરતાં હશું તોય પણ આપણે આવા બાળકો માટે ભવિષ્ય ને ઉજ્વળ કરવા ના પ્રયાસો કરવા રહ્યા..

ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં અનેક કર્યો સમાજ અને સરકારે કરવાના હોય છે, જેનાથી સાચા અર્થમાં લોકશાહીઅને વિકાસના ફળ લોકો અને ખાસ કરીને જેને જરૂર છે તેવા લોકો સુધી પહોચાડી શકાય. બાળ મજૂરીના દૂષણનો ખાતમો એ એવું જ કરી છે. જેના વિના આપણી એકરૂપ, સમરસ કે વિકસિત સમાજની વાતો એ માત્ર વાતો જ છે. બાળ-મજૂરી વિરોધ દિવસ એ ફક્ત ઔપચારિક્તા ના રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે.
બાળ-મજુરી વિરોધ કાયદા ની કલમો
▪️કલમ 24 મુજબ 14 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા કોઇપણ બાળકને કોઇપણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇપણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ.
▪️કલમ 39-E મુજબ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે.
▪️કલમ 39-F મુજબ બાળકો તંદુરસ્ત રીતે આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ. બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ.
▪️કલમ 45 મુજબ બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસકે કરવા જોઇએ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *