
Botad બોટાદમાં સતત 8મા દિવસે જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય બંધ, ડમ્પિંગ સાઈટ હટાવવાની માંગ
Botad બોટાદમાં ડમ્પિંગ સાઈટના વિરોધમાં વાલીઓનો વિરોધ યથાવત્ રહ્યો છે. આજે સતત આઠમા દિવસે પણ જવાહર નવોદય વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય બંધ રહ્યું હતું.વાલીઓ ડમ્પિંગ સાઈટ હટાવવામાં આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ નહીં મોકલવાના નિર્ણય પર અડગ છે. વાલીઓએ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર દ્વારા ડમ્પિંગ સાઈટ દૂર કરવા અંગે લેખિત ખાતરી આપવામાં આવે. જો લેખિત ખાતરી નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે ધરણાં કરવાની ચીમકી પણ વાલીઓએ આપી છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો