crime king news મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

crime king news મુંદરામાં 6 વર્ષની બાળકી પર દુષ્કર્મ કેસમાં આરોપીને આજીવન કેદની સજા

crime king news મુંદરા તાલુકામાં છ વર્ષની બાળકી પર દુષ્કર્મના ચકચારી કેસમાં ભુજની ખાસ અદાલતે આરોપી મનીષકુમાર ગનૌરી મંડલને તકસીરવાન ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સખત કેદની સજા ફટકારી છે. સાથે જ વિવિધ કલમો હેઠળ કુલ રૂ. 1.50 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

crime king news મળતી વિગતો મુજબ, તા. 12 જાન્યુઆરી, 2026ના રોજ મુંદરા તાલુકામાં કંપનીમાં મજૂરી કરતા શ્રમિક પરિવારના પતિ-પત્ની કામે ગયા હતા. તે દરમિયાન તેમની છ વર્ષની બાળકી ઘરે એકલી હતી. આરોપી મનીષકુમારે બાળકી સાથે ચોકલેટ આપવાની લાલચ આપી તેને બાવળોની ઝાડી તરફ લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ હતો.

crime king news ઘટના અંગે મુંદરા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન જરૂરી પુરાવા એકત્ર કરી તે સમયના મુંદરા મરીન પોલીસ મથકના પી.આઈ. હાર્દિક એસ. ત્રિવેદીએ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

crime king news કેસની સુનાવણી ભુજની ખાસ અદાલતમાં જજ એમ.એફ. ખત્રી સમક્ષ ચાલી હતી. પ્રોસિક્યુશન તરફથી 34 દસ્તાવેજી પુરાવા અને 13 સાક્ષીઓ રજૂ કરવામાં આવ્યા હતા. પુરાવા અને દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી અંતિમ શ્વાસ સુધીની સખત કેદ તથા કુલ રૂ. 1.50 લાખના દંડની સજા સંભળાવી હતી.

crime king news અદાલતે ભોગ બનનાર બાળકીને રૂ. 3 લાખનું વળતર ચૂકવવા માટે ડી.એલ.એસ.ને ભલામણ કરવાનો હુકમ પણ કર્યો છે.

crime king news આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા હાજર રહી સાક્ષીઓની તપાસ તથા દલીલો કરી હતી, જ્યારે ભોગ બનનાર તરફથી કાયદા સહાયક તરીકે એડવોકેટ માલશ્રીબેન ગઢવી હાજર રહ્યા હતા.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *