
kamalam bomb threat સોમનાથ મંદિર, કોબા કમલમ સહિત ગુજરાતમાં બોમ્બ વિસ્ફોટની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

kamalam bomb threat ગુજરાતમાં ફરી એકવાર બોમ્બ વિસ્ફોટની ધમકીભર્યો ઈમેઇલ મળતા સુરક્ષા તંત્રમાં ખળભળાટ મચ્યો છે. અજાણ્યા શખ્સ દ્વારા મોકલવામાં આવેલા ઈમેઇલમાં સોમનાથ મંદિર, કોબા કમલમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ સેન્ટ્રલ ઓફિસ, પોલીસકર્મીઓ અને RAW સહિતના સ્થળો તથા સંસ્થાઓને નિશાન બનાવવાની ધમકી આપવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ, આ ધમકીભર્યો ઈમેઇલ સૌપ્રથમ પંજાબ પોલીસને મળ્યો હતો. ત્યારબાદ પંજાબના DGP દ્વારા ગુજરાત પોલીસને ઈમેઇલ અંગે જાણ કરવામાં આવી હતી. ઈમેઇલની જાણ થતાં જ ગુજરાતની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.
ઈમેઇલમાં ઉશ્કેરણીજનક ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સાથે જ અલગ-અલગ સ્થળોએ અગાઉથી બોમ્બ ફિટ કરી દેવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. જોકે, આવા દાવાની સત્યતા અંગે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

kamalam bomb threat ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે ચેકિંગ
ધમકી અંગે અમદાવાદ શહેર પોલીસને જાણ થતાં ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી હતી. બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડની મદદથી સમગ્ર પરિસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.
શાહપુર પોલીસ સ્ટેશનના PI પી.બી. ખાંભલાના જણાવ્યા મુજબ, ધમકીભર્યો ઈમેઇલ મળ્યા બાદ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ચેકિંગ કરવામાં આવ્યું હતું, પરંતુ તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.
આ દરમિયાન મેયર હિતેશ બારોટ અને શહેર મહામંત્રી ઉમંગભાઈ નાયક સહિતના આગેવાનો પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
kamalam bomb threat અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ 10 સપ્ટેમ્બરે પણ વિધાનસભા, ગાંધીનગર કોર્ટ અને અમદાવાદની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. સતત મળી રહેલી આવી ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓ દ્વારા સમગ્ર મામલે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
