Chess World મેગ્નસ કાર્લસને ફરી જીત્યો ઈસ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ

Chess World મેગ્નસ કાર્લસને ફરી જીત્યો ઈસ્પોર્ટ્સ વર્લ્ડ કપનો ખિતાબ

Chess World વિશ્વના નંબર-વન ચેસ ખેલાડી મેગ્નસ કાર્લસને ઈસ્પોર્ટ્સ વર્લ્ડ કપમાં સતત બીજી વખત ચેમ્પિયન બની પોતાની શાનદાર રમતનો પરચો આપ્યો છે. ફ્રાન્સના પેરિસમાં રમાયેલી ફાઇનલમાં નોર્વેના 35 વર્ષીય કાર્લસને બેલારુસના ગ્રાન્ડમાસ્ટર ડેનિસ લાઝાવિકને 2-0થી હરાવી ખિતાબ પોતાના નામે કર્યો.

Chess World ટીમ લિક્વિડ તરફથી રમતા કાર્લસન સમગ્ર ટુર્નામેન્ટમાં અપરાજિત રહ્યા હતા. ફાઇનલમાં પણ તેમણે શરૂઆતથી જ નિયંત્રણ જાળવી રાખ્યું અને લાઝાવિક સામે બંને સેટમાં જીત મેળવી.

બ્રોન્ઝ મેડલ માટેની મેચમાં અમેરિકાના ગ્રાન્ડમાસ્ટર હિકારુ નાકામુરાએ અલીરેઝા ફિરોઝાને 4-1થી હરાવી ત્રીજું સ્થાન મેળવ્યું. જોકે, આ મુકાબલો ટેકનિકલ મુશ્કેલીઓ અને ઈન્ટરનેટ કનેક્શનની સમસ્યાઓના કારણે અનેક વખત અટક્યો હતો.

Chess World ચેમ્પિયનશિપ ત્રણ-સેટના ફોર્મેટમાં રમાઈ હતી. શરૂઆતના બે સેટમાં ચાર-ચાર ગેમ રાખવામાં આવી હતી, જ્યારે જરૂરિયાત મુજબ વધારાની ગેમ્સનો ઉપયોગ ટાઇબ્રેકર તરીકે કરવામાં આવ્યો હતો.

મેગ્નસ કાર્લસનની આ સતત બીજી જીતે ઈસ્પોર્ટ્સ ચેસમાં તેમની વર્ચસ્વભરી સ્થિતિને વધુ મજબૂત બનાવી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *