Gujarat Government ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ માટે રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ, અમદાવાદને સૌથી વધુ રૂ. 870 કરોડ

Gujarat Government ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ માટે રૂ. 3,850 કરોડની ગ્રાન્ટ, અમદાવાદને સૌથી વધુ રૂ. 870 કરોડ

Gujarat Government ગાંધીનગર: રાજ્યના શહેરી વિસ્તારોમાં વિકાસને વધુ વેગ આપવા માટે ગાંધીનગરમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાઓને કુલ રૂ. 3,850 કરોડની ગ્રાન્ટના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યની 17 મહાનગરપાલિકાઓને રૂ. 2,992 કરોડ અને 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડની રકમ ફાળવવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ અને નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને વિકાસલક્ષી કામો માટે ચેક અર્પણ કર્યા હતા.

Gujarat Government શહેરી વિકાસમાં ગુણવત્તા અને પારદર્શિતા પર ભાર

કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીએ શહેરોમાં ઉપલબ્ધ સુખાકારી અને જાહેર સેવાઓને વધુ નાગરિક કેન્દ્રિત, પારદર્શક, જવાબદાર અને ટેક્નોલોજી આધારિત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે જણાવ્યું કે વિકાસ માટે ફાળવવામાં આવતા નાણાંનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ થાય તે સ્થાનિક પદાધિકારીઓ તથા અધિકારીઓએ સુનિશ્ચિત કરવું જોઈએ. નવા પ્રોજેક્ટની સાથે અગાઉ પૂર્ણ થયેલા કામોની જાળવણી અને હાલની સ્થિતિ પર પણ સતત નજર રાખવા સૂચના આપવામાં આવી હતી. મુખ્યમંત્રીએ વિકાસ કામોની ગુણવત્તા ચકાસવા માટે પદાધિકારીઓ અને અધિકારીઓએ સંયુક્ત રીતે સાઇટ વિઝિટ કરવાની પણ સલાહ આપી હતી.

Gujarat Government અમદાવાદને રૂ. 870 કરોડ, સુરતને રૂ. 770 કરોડ

ચેક વિતરણમાં અમદાવાદ મહાનગરપાલિકાને સૌથી વધુ રૂ. 870 કરોડની ગ્રાન્ટ મળી છે. જ્યારે સુરત મહાનગરપાલિકાને રૂ. 770 કરોડ ફાળવવામાં આવ્યા છે.

Gujarat Government અન્ય મહાનગરપાલિકાઓને મળેલી રકમ આ મુજબ છે:

વડોદરા મહાનગરપાલિકા – રૂ. 285 કરોડ

રાજકોટ મહાનગરપાલિકા – રૂ. 232 કરોડ

ભાવનગર – રૂ. 105 કરોડ

જામનગર – રૂ. 105 કરોડ

જૂનાગઢ – રૂ. 65 કરોડ

ગાંધીનગર – રૂ. 65 કરોડ

આ ઉપરાંત ગાંધીધામ, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, નડિયાદ, આણંદ અને મોરબીને પ્રત્યેક રૂ. 55 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે.

Gujarat Government 152 નગરપાલિકાઓને રૂ. 858 કરોડ

નગરપાલિકા વિસ્તારોના વિકાસ માટે વિવિધ વર્ગ પ્રમાણે પણ ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. ‘અ’ વર્ગની 41 નગરપાલિકાઓને રૂ. 307.50 કરોડ, ‘બ’ વર્ગની 34 નગરપાલિકાઓને રૂ. 221 કરોડ, ‘ક’ વર્ગની 60 નગરપાલિકાઓને રૂ. 270 કરોડ અને ‘ડ’ વર્ગની 17 નગરપાલિકાઓને રૂ. 59.50 કરોડની રકમ ફાળવાઈ છે.

Gujarat Government RCC રોડ અને સ્વચ્છતા પર વિશેષ ભાર

મુખ્યમંત્રીએ શહેરોમાં નવા બનનારા રસ્તાઓ શક્ય હોય ત્યાં RCC આધારિત બનાવવાની દિશામાં ભાર મૂક્યો હતો. સાથે જ શહેરી સ્વચ્છતા અંગે બેદરકારી ન રાખવા અને ગંદકી સામે જરૂરી કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

શહેરોમાં ગ્રીન કવર વધારવા માટે પણ વધુ કામ કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. નવી TP સ્કીમમાં વૃક્ષારોપણ માટે જમીન અનામત રાખવાના નિર્ણયનો અસરકારક અમલ થાય અને તેનો ઉપયોગ બગીચા, ઓક્સિજન પાર્ક સહિતની જાહેર સુવિધાઓ માટે થાય તે અંગે પણ ભાર મૂકાયો હતો.

Gujarat Government વિકસિત ગુજરાત માટે વિકસિત શહેરોની ભૂમિકા મહત્વની

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શહેરી વિકાસ માટે અગાઉની સરખામણીએ આજે મોટા પાયે નાણાં ઉપલબ્ધ થઈ રહ્યા છે. આ નાણાંનો ઉપયોગ માત્ર નવા બાંધકામ પૂરતો સીમિત ન રાખતા શહેરોના સર્વાંગી અને લાંબા ગાળાના વિકાસ માટે થવો જોઈએ.

તેમણે વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે વિકસિત શહેરોને મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યા હતા.

Gujarat Government ક્લાઈમેટ ચેન્જને ધ્યાનમાં રાખીને વિકાસની જરૂરિયાત

શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રાજ્યમાં નાણાંના અભાવે વિકાસના કામો અટકતા નથી, પરંતુ હવે યોજનાઓની ગુણવત્તા અને ટકાઉપણું જાળવવું વધુ જરૂરી છે.

તેમણે ક્લાઈમેટ ચેન્જના પડકારોને ધ્યાનમાં રાખીને શહેરી વિકાસનું આયોજન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. શહેરોને વધુ હરિયાળા બનાવવા વૃક્ષારોપણ અને સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવાની પણ વાત કરી હતી.

તેમણે ઉમેર્યું કે આગામી વર્ષોમાં ગુજરાતની મોટી વસ્તી શહેરોમાં વસવાટ કરશે, તેથી અત્યારથી જ ગુણવત્તાયુક્ત અને ભવિષ્યલક્ષી શહેરી આયોજન કરવું જરૂરી છે.

Gujarat Government શહેરી વિકાસની 20 વર્ષની સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું વિમોચન

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે “20 વર્ષ શહેરી વિકાસના” તેમજ “અનંત અનાદિ વડનગર: વારસાથી વિકાસની ગૌરવ ગાથા” નામની કોફી ટેબલ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર, શહેરી વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીના અધિકારીઓ, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના અધિકારીઓ, વિવિધ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, કમિશનરો, નગરપાલિકાના પ્રમુખો અને ચીફ ઓફિસરો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *