
ગુજરાતમાં Vocational Education ક્ષેત્રે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. Vocational Education ટ્રેનરની ભરતી માટે મહત્તમ વય મર્યાદા હવે 50 વર્ષ નક્કી કરવામાં આવી છે.
ગુજરાતમાં NEP 2020ના અમલીકરણ સાથે સમગ્ર શિક્ષા યોજના હેઠળ વ્યવસાયિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે વોકેશનલ એજ્યુકેશન (Vocational Education) હેઠળ ટ્રેનરની સેવા મેળવવા માટેની મહત્તમ વય મર્યાદા હવે 50 વર્ષ નક્કી કરી છે.
આ નિર્ણયનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં અનુભવી અને યોગ્ય લાયકાત ધરાવતા ટ્રેનર્સનો લાભ મળી રહે તે છે. લાંબા સમયનો અનુભવ ધરાવતા ઉમેદવારોને હવે વધુ તક મળશે, જેના કારણે કૌશલ્ય આધારિત શિક્ષણની ગુણવત્તામાં વધારો થવાની અપેક્ષા છે.
સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, ગાંધીનગર દ્વારા રાજ્યની વોકેશનલ શાળાઓમાં વિવિધ ટ્રેડમાં કૌશલ્ય આધારિત શિક્ષણ કાર્યક્રમો ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમો માટે ટ્રેનર્સની નિમણૂક આઉટસોર્સિંગ એજન્સી મારફતે તેમજ જરૂરિયાત મુજબ જિલ્લા કક્ષાએ વિઝિટિંગ લેક્ટરર તરીકે કરવામાં આવે છે.
નવી વ્યવસ્થા મુજબ વોકેશનલ ટ્રેનર (Vocational Education) તરીકે સેવા આપવા માટેની મહત્તમ વય મર્યાદા 50 વર્ષ રહેશે. આ નિયમ આઉટસોર્સિંગ અને વિઝિટિંગ લેક્ટરર બંને પ્રકારની ભરતીમાં લાગુ કરવામાં આવ્યો છે.
શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાતોના મતે આ નિર્ણયથી અનુભવી વ્યાવસાયિકોને શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપવાની વધુ તક મળશે અને વિદ્યાર્થીઓને ઉદ્યોગસંગત માર્ગદર્શન તથા પ્રાયોગિક જ્ઞાન વધુ સારી રીતે પ્રાપ્ત થશે.
રાજ્ય સરકારનું માનવું છે કે NEP 2020ના ઉદ્દેશ્યોને ધ્યાનમાં રાખીને કૌશલ્ય આધારિત શિક્ષણને મજબૂત બનાવવું જરૂરી છે, અને આ નિર્ણય તે દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
