gujarat government ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: જમીન ફાળવણીની પ્રક્રિયા હવે બનશે સરળ

gujarat government ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય: જમીન ફાળવણીની પ્રક્રિયા હવે બનશે સરળ

gujarat government ગાંધીનગર: રાજ્યમાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસને વધુ મજબૂત બનાવવા અને સરકારી જમીન ફાળવણીની પ્રક્રિયાને ઝડપી તથા સરળ બનાવવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ની નાણાકીય સત્તામર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી હવે અનેક પ્રકારની જમીન ફાળવણીના નિર્ણયો જિલ્લા કક્ષાએ જ લેવામાં આવશે, જેના કારણે અરજદારો અને સંસ્થાઓને વારંવાર ગાંધીનગર સુધી ધક્કા ખાવા નહીં પડે.

gujarat government સરકારના જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થાથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ઔદ્યોગિક વિકાસ, જાહેર ઉપયોગના પ્રોજેક્ટ્સ તેમજ ગ્રામીણ વિકાસના કાર્યો માટે જરૂરી સરકારી જમીનની ફાળવણી વધુ ઝડપથી થઈ શકશે. સ્થાનિક સ્તરે જ જમીન સંબંધિત તમામ માહિતી ઉપલબ્ધ હોવાથી નિર્ણય પ્રક્રિયા વધુ અસરકારક અને સમયબદ્ધ બનશે.

જિલ્લા કક્ષાએ જ મળશે નિર્ણય અને ફોલોઅપ

નવી સત્તાઓ મળ્યા બાદ કલેક્ટર અને DDO જિલ્લા સ્તરે જ જમીન ફાળવણી સંબંધિત અનેક કેસોનો નિકાલ કરી શકશે. પરિણામે અરજદારો, સંસ્થાઓ અને સરકારી વિભાગોને પણ જિલ્લા કક્ષાએથી જ જરૂરી માર્ગદર્શન અને ફોલોઅપ સરળતાથી મળી રહેશે. આ પગલાથી વહીવટી પ્રક્રિયામાં ઝડપ આવશે અને વિકાસ કાર્યોને પ્રોત્સાહન મળશે.

સરકારનું માનવું છે કે જમીન ફાળવણી ઝડપથી પૂર્ણ થતાં ઔદ્યોગિક રોકાણો, જાહેર પ્રોજેક્ટ્સ અને સામાજિક સુવિધાઓના વિકાસને વેગ મળશે. સાથે જ સરકારી જમીનની કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ પણ સમયસર સરકારી તિજોરીમાં જમા થઈ શકશે.

gujarat government 90 દિવસ બાદ મુદત વધારવાની સત્તા પણ કલેક્ટરને

રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન તેમજ ભારત સરકારના વિવિધ વિભાગોને જમીન ફાળવણીના કિસ્સામાં, કલેક્ટર દ્વારા ઈન્ટિમેશન જારી કર્યા બાદ જો 90 દિવસની અંદર કબજાકિંમત અથવા પ્રીમિયમની રકમ જમા ન થાય તો હવે જિલ્લા કલેક્ટર મુદત વધારી શકશે. જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની ત્રણ વર્ષની અવધિ પૂર્ણ થાય ત્યાં સુધી સમયવધારો આપવાની સત્તા પણ કલેક્ટરને સોંપવામાં આવી છે.

gujarat government આ નિર્ણયથી એક જ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન ટળશે, વહીવટી સમયની બચત થશે અને વિકાસલક્ષી યોજનાઓના અમલીકરણમાં વધુ ઝડપ આવશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *