
અમદાવાદ: સ્ટેડિયમ નજીક કોટેશ્વર મહાદેવ પાસે ભૂવામાં 4 કાર ફસાઈ
અમદાવાદમાં છેલ્લા 16 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબકતાં શહેરમાં ગંભીર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. એક જ દિવસમાં સિઝનના કુલ વરસાદનો લગભગ અડધો વરસાદ નોંધાયો છે. બોપલ, બાકરોલ અને આંબલી સહિતના અનેક પોશ વિસ્તારો પાણીમાં ગરકાવ બન્યા છે.
સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક લોકો ફસાઈ ગયા હતા. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રેસ્ક્યુ માટે આર્મીની મદદ લેવામાં આવી છે. 50થી વધુ આર્મીના જવાનો બે બોટ અને લાઈફ જેકેટ સાથે બચાવ કામગીરીમાં જોડાયા છે.
આર્મીની ટીમ બોટ મારફતે પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે સતત કામગીરી કરી રહી છે. સ્થાનિક તંત્ર પણ રાહત અને બચાવ કામગીરીમાં સક્રિય છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો