રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર CM ભૂપેન્દ્ર પટેલની નજર, આજે રાત્રે 10 વાગ્યે સમીક્ષા બેઠક

રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ પર CM ભૂપેન્દ્ર પટેલની નજર, આજે રાત્રે 10 વાગ્યે સમીક્ષા બેઠક

ગુજરાતમાં સતત વધી રહેલા વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્ય સરકાર પણ સંપૂર્ણ સતર્ક બની છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ખાતે પહોંચીને રાજ્યની વરસાદી સ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે. બેઠક દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વરસાદની સ્થિતિ, રાહત અને બચાવ કામગીરી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતર, માર્ગ વ્યવસ્થા, વીજ પુરવઠો તેમજ NDRF, SDRF અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી અંગે વિસ્તૃત માહિતી મેળવવામાં આવશે.

રાજ્યમાં ભારે વરસાદને પગલે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રને સંપૂર્ણ સતર્ક રહેવા તેમજ જરૂરી તમામ તકેદારીના પગલાં લેવા સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રીની સમીક્ષા બેઠકમાં રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ, આપત્તિ વ્યવસ્થાપન વિભાગ અને સંબંધિત વિભાગોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. બેઠક બાદ જરૂરી સૂચનાઓ અને વધુ પગલાં અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *