ફિલ્મી દુનિયા ના આ શો-મેન ” RK ” રીયલ લાઈફમાં પ્રેમ થી વંચિત…

અહેવાલ – કાર્તિક જાની

ઈન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી નો શરૂઆત થી દબદબો રહયો છે.. સહરાબ મોદી,મહેબુબખાન, પૃથ્વીરાજકપુર , ગુરુદત્ત ,
વી.શાંતારામ વીગેરે એવા ડાયરેકટર્સ અને કલાકારો હતા કે ઇતિહાસ થી માંડી ને એ વખત ની વૈભવશાળી લાઈફ સ્ટાઈલ કેમ સિને પરદા પર કંડારવી તેના માસ્ટર માઈન્ડ હતા. ત્યારબાદ મોર્ડન યુગ ના પ્રેમ અને ખેલ ની શરૂઆત શો મેન..તરીકે પ્રખ્યાત થયેલ રાજ કપુરે.. જાગતે રહો.. જીસ દેશ મે ગંગા બહેતી હે, આવારા, ચોરી ચોરી , શ્રી 420 , અનાડી , જેવી અનેક ફિલ્મો એ રાજ કપુર ને ફિલ્મ મેકર તરીકે RK ની અનોખી ઓળખ અપાવેલ. ચડતી પડતી ના દોર વચ્ચે RK પોતાની જીવનભર ની પુંજી નો ખેલ ” મેરા નામ જોકર ” ફિલ્મ પર ખેલ્યો હતો શરૂઆત માં આ ભારત કંઈ ખાસ અસર દેખાડી શકી ન હતી , જ્યારે રશિયા મા આ ફિલ્મ ધુમ મચાવી રહી હતી.. જ્યારે ઈન્ડિયન પબ્લીક ને આ ફિલ્મ ની સ્ટોરી ગળે ઉતરી ત્યારે દેશભર આ ફિલ્મે ડંકો વગાડી દીધેલ. કલ ખેલ મે હમ હો ના હો.. ગર્દિશ મે સિતારે રહેંગે સદા.આ ગીત ની કડી સાંભળતા ની જ સાથે રાજકપૂર ની યાદ આવી જાય.. જીવન એક રંગમંચ છે જેમાં આવતાં દરેક ઉતાર ચડાવ એ અભિનય ના જુદા જુદા રોલ છે જે આપણે દિલ મા દર્દ હોયતો પણ હસ્તા મોઢે સ્ટેજ ને ફિલ્મ મા નિભાવવા પડે છે.મારી જિંદગી ની બેસ્ટ ફિલ્મ મેરા નામ જોકર નું એક સીન લોકો ની આંખ મા અશ્રુધારા વહેવા લાગતી હોય છે.. જ્યારે હિરોઈન એમને જોકર હોવાનો અહેસાસ કરાવે છે જ્યારે RK હિરોઈન ને પ્રેમ કરતા હોય છે.. ત્યારે સર્કસ ના હાથ મા જોકર નું દીલ તુટે છે અને હકીકત મા એ જોકર ની
“મા” ના મૃત્યુ પામે છે એ સમાચાર સર્કસ ના મેનેજર ને આપવામાં આવે છે કે રાજુ જોકર ને સમાચાર આપો , ત્યારે મેનેજર ના પાડે છે આ સમાચાર આ સિન પૂરો થયેથી આપશું.. કારણ કે એ બે ધ્યાન થઈ ફરી થી રોવા માંડશે.. એટલે હમણાં ન જણાવો.. રીયલ લાઇફમાં અનેક હિરોઈનો સાથે અનેક સાથે પ્રેમ ની પરિભાષા સમજાવતાં સમજાવતાં એ વખત ની ફેમસ હિરોઈન નરગીસ સાથે દિલ લાગી ગયું હતું લવ સ્ટોરી નો આ ચસ્કો એ વખત ની સુપર આર્ટીસ્ટ નરગીસે એવો લગાડેલ કે RK અને નરગીસ ની જોડી એ વખતે સુપર જોડી તરીકે ફેમસ થયેલ..ત્યાર થી ભારતીય સિનેમામાં રાજ કપૂરને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના એક રૂપે નવાજવામાં આવે છે. તેમને ત્રણ નેશનલ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ફિલ્મફેર દ્વારા અપાતો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રાજ કપૂરના નામે અપાય છે. ટાઈમ મેગેઝીન દ્વારા રાજ કપૂરના ‘આવારા’ના અભિનયને સર્વકાલીન ટોપ ટેન અભિનયમાં ક્રમાંકિત કરાયો છે.

રાજનું પ્રેક્ષકગણ તે સમયે આખી દુનિયામાં, ખાસ કરીને એશિયા અને યુરોપમાં હતું. ભારતીય ફિલ્મોના ‘ક્લાર્ક ગેબલ’ રૂપે હોલીવૂડ તેમને ઓળખે છે. ભારત સરકારે રાજને ૧૯૭૧માં પદ્મ ભૂષણ અને ૧૯૮૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજ્યા હતા.

રાજ પંજાબી હિંદુ પરિવારમાં પૃથ્વીરાજ કપૂર અને રામસરણી દેવીના છ સંતાનોમાં સૌથી મોટા હતા. તેમના ભાઈઓ શમ્મી કપૂર અને શશી કપૂર પણ જાણીતા અભિનેતા હતાં. ત્રીસીના દાયકામાં રાજ દેહરાદૂનની સ્કૂલમાં ભણ્યા હતા.

‘નીલકમલ’ (૧૯૪૭)માં તેઓ મધુબાલા સામે નાયક બન્યા. ૨૪ વર્ષની ઉમરે ૧૯૪૮માં તેમણે આર.કે. ફિલ્મ્સ સંસ્થા શરૂ કરી અને તેમના સમયના સૌથી યુવાન દિગ્દર્શક બન્યા અને ‘આગ’ બનાવી. મેહબૂબખાનની ‘અંદાઝ’ એ રાજની પહેલી સફળતા હતી. નિર્માતા-નિર્દેશક-અભિનેતા રૂપે તેમની પહેલી સફળતા એટલે ‘બરસાત’, જેમાં તેમણે મહાન સંગીતકારો શંકર-જયકિશન અને મહાન ગીતકારો શૈલેન્દ્ર અને હસરત જયપુરીને પહેલી તક આપી હતી.

રાજ કપૂરે પછી સફળ ફિલ્મોની હારમાળા સર્જી. ‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’ બનાવી. તેમના લાંબા સમયના સાથી રઘુ કરમાકરે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું નિર્દેશન કર્યું અને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. પોતાના નિર્માણ ગૃહની બહાર રાજની અભિનેતા તરીકે નોંધપાત્ર ફિલ્મો ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’ આવી. સમાજના પ્રશ્નોની રજૂઆત તેમણે ‘બૂટ પોલિશ’ અને ‘અબ દિલ્લી દૂર નહીં’માં કરી.

૧૯૬૪માં રાજે ‘સંગમ’ બનાવી, નાયક તરીકેની આ તેમની છેલ્લી મોટી સફળતા હતી. ત્યાર બાદ રાજશ્રી, સાયરા બાનુ અને હેમામાલીની જેવી યુવાન અભિનેત્રીઓ સાથેની તેમની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘દીવાના’ અને ‘સપનોં કા સૌદાગર’ નિષ્ફળ ગઈ. અંતે છ વર્ષની જહેમતે તેમણે સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી, જે પણ નિષ્ફળ ગઈ. તેનાથી રાજ અને પરિવાર દેવામાં ડૂબી ગયા. પછી એમણે મોટા દીકરા રણધીર કપૂરને ‘કલ આજ ઔર કલ’માં અને નાના દીકરા હૃષીકપૂરને ‘બોબી’માં રજૂ કર્યા. હૃષી-ડીમ્પલની ‘બોબી’ જબ્બર સફળ થઇ. નવી પેઢીનો એ પહેલો રોમાન્સ હતો. પછી રણધીર નિર્દેશિત ‘ધરમ કરમ’માં રાજે ચરિત્ર ભૂમિકા કરી.

સિત્તેર અને એંશીના દાયકામાં રાજ નિર્દેશિત ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘પ્રેમ રોગ’, અને ‘રામ તેરી ગંગા મૈલી’ આવી. રાજ તેમના નિધન પહેલાં દીકરા હૃષી અને પાકિસ્તાની અભિનેત્રી ઝેબાની ‘હીના’નું નિર્દેશન કરતા હતા. તેઓ અસ્થમાથી પીડાતા હતા. માત્ર ૬૩ વર્ષની ઉંમરે ફાળકે એવોર્ડ લેતાં રાજ ફસડાઈ પડ્યા અને દિલ્હીની એઈમ્સમાં એક મહિના બાદ ૨ જૂન, ૧૯૮૮ના રોજ શો મેનના જીવન પર પડદો પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *