ગાંધીનગર જીલ્લામા તસ્કરોનો તરખાટ: દોલારાણા વાસણા ગામે ત્રણ દુકાનોના તાળા તોળ્યા

ચોરોનો તરખાટ જિલ્લામાં દિવસે ને દિવસે ચોરીઓ વધી રહી છે ત્યારે આજે મધ રાત્રી ના લગભગ બે વાગ્યાની આસ પાસ ગાંધીનગર તાલુકાના દોલારાણા વાસણા ગામે તસ્કરો ત્રાટકયા હતા અને ગામની ત્રણ દુકાનોમાં હાથફેરો કરી ને 50000 હજારથી વધુનો મુદ્દામાલ લઈ ફરાર થઇ ગયા હતા સમગ્ર ઘટના CCTV કેમરામાં કેદ થઈ ગઈ છે CCTV ના આધારે ચિલોડા પોલીસે તપાસ હાથ ધરી છે..
જિલ્લામા ઘણા સમયથી ચોરોએ તરખાટ મચાવ્યો છે ત્યારે પોલીસ માટે પણ માથાનો દુખાવો બની ગયો છે.અગાઉ પણ આ ગામમાં ચોરી થઈ હતી તેમાં પણ કોઈનો મુદ્દામાલ આજ સુધી પરત આવ્યો નથી ત્યારે એક સવાલ એ પણ થઈ રહ્યો છે કે શું મુદ્દામાલ પાછો આવશે..? કેમ કે આ જ ગામમાં અગાઉ એક સાથે પણ 5 ઘરના તાળા તૂટ્યાની ઘટના બની હતી અને આશરે 10 લાખથી વધુની ચોરીની ઘટના બની હતી પરંતુ આજ સુધી મુદ્દમાલ કે રોકડ પરત આવી નથી એક દુકાનદાર અમિત જનરલ સ્ટોરના મલિક સાથે વાત કરતા જણાવ્યું કે મેં મારા વેપારના 22 હજાર દુકાનમાં મુક્યા હતા તે રોકડ લઈ ગયા છે જ્યારે બીજી જેઠાલાલ લક્ષ્મીચંદ કારીયાણાની દુકાનમાંથી ચાંદીના સિક્કા અને રોકળની ચોરી થઈ હોવાની વાત સામે આવી રહી છે.કુલ મળીને ત્રણ દુકાનમાંથી 50000 હજાર થી વધુની ચોરી થઈ હોવાનું સામે આવી રહયું છે જોવાનું હવે એ રહ્યું કે પોલીસ ક્યારે ચોર સુધી પોહચી શકે છે..? હાલ તો પોલીસે CCTV ના આધારે તપાસ શરૂ કરી છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *