ભુજમાં પાન મસાલા ગોડાઉન ચોરીનો પર્દાફાશ: LCBએ રૂ. 2.01 લાખનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

ભુજમાં પાન મસાલા ગોડાઉન ચોરીનો પર્દાફાશ: LCBએ રૂ. 2.01 લાખનો મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો

ભુજ શહેરમાં પાન મસાલાના ગોડાઉનમાં થયેલી ચોરીનો પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ સફળ પર્દાફાશ કર્યો છે. પોલીસે ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી રામજી વિશ્રામ વાઘેલાની ધરપકડ કરીને તેની પાસેથી રૂ. 2,01,326 કિંમતનો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ તપાસ દરમિયાન મળેલા પુરાવા, બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હતી. આરોપી હાલ ભુજના ભાવસાર એપાર્ટમેન્ટના ત્રીજા માળે રહે છે અને મૂળ સરવા મંડપ પાસે શક્તિ હોટેલ પાછળનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પૂછપરછ દરમિયાન આરોપીએ ચોરી અંગે મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

આ પણ જુવો : અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો શરણદીપ સોસાયટીમાં દીપડો CCTVમાં કેદ

પોલીસે આરોપીના કબજામાંથી ચોરીમાં ગયેલો રાજ નિવાસ પાન મસાલાનો જથ્થો, મયુર બીડીના કટ્ટા તેમજ એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. 2,01,326નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ અંગે ભુજ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુના ક્રમાંક 0718/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 305(એ), 331(3) અને 331(4) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીની અન્ય ગુનાઓમાં સંડોવણી તેમજ ચોરીનો માલ અન્યત્ર વેચવાનો પ્રયાસ થયો હતો કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ સમગ્ર કાર્યવાહી પશ્ચિમ કચ્છ LCBના એએસઆઈ સુનીલભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા અને હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *