માંડવી બીચ ખાતે દરિયાલાલ દેવની આરતી સાથે કચ્છી નવા વર્ષ ‘અષાઢી બીજ’ની ભવ્ય ઉજવણી

માંડવી બીચ ખાતે દરિયાલાલ દેવની આરતી સાથે કચ્છી નવા વર્ષ ‘અષાઢી બીજ’ની ભવ્ય ઉજવણી

માંડવી: કચ્છી સમાજના નવા વર્ષ અષાઢી બીજના પાવન અવસરે માંડવી શહેરમાં ભક્તિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી. માંડવી નગર સેવા સદનના અધ્યક્ષા વર્ષાબેન જોષીના હસ્તે માંડવી બીચ ખાતે દરિયાલાલ દેવની વિધિવત આરતી ઉતારી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વર્ષાબેન જોષીએ માંડવીના નાગરિકો તેમજ દેશ-વિદેશમાં વસતા તમામ કચ્છી સમાજને નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે શુભકામનાઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે વર્ષ 2026 દરેકના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, નિરોગી સ્વાસ્થ્ય અને અખૂટ ધન-સંપત્તિ લઈને આવે. સાથે જ નવા વર્ષમાં સૌના જીવનમાં નવી આશા, ઉત્સાહ અને પ્રગતિના નવા દ્વાર ખુલશે તેવી કામના વ્યક્ત કરી હતી.

તેમણે કચ્છ પર સારો વરસાદ વરસે અને ખેડૂતો સહિત સમગ્ર પ્રદેશ સમૃદ્ધ બને તે માટે મેઘરાજાને પ્રાર્થના પણ કરી હતી.

આ ઉજવણીમાં નગરસેવકો વિજય ચૌહાણ, અંકિત ઉમરાણીયા, મલય લાલન, મહેશગીરી ગોસ્વામી, લક્ષ્મીચંદ ફુફલ, શંકર જુવડ, જશુબેન હિરાણી, કલ્પનાબેન પરમાર, નિતાબેન ભાનુશાલી, નિર્મલાબેન માલમ, પ્રિયાબેન જાની, શહેર ભાજપ પ્રમુખ દર્શનગીરી ગોસ્વામી, મુકેશ જોષી, હેડ ક્લાર્ક મનજી પરમાર, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા, રાજેશ ગોર, મુકેશ ભાનુશાલી, મહેન્દ્ર માલમ સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર ધાર્મિક વિધિ શાસ્ત્રોક્ત રીતે સંજય જોષીના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી. દરિયાલાલ દેવની આરતી સાથે નવા વર્ષની ઉજવણીમાં ભક્તિ, આસ્થા અને કચ્છી સંસ્કૃતિનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો.

ADVERTISEMENT
ADVERTISEMENT

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *