bangal : બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી, 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા

ફાઇલ photi
ફાઇલ ફોટો

bangal : બંગાળની ખાડીમાં બે બોટ ડૂબી, 500થી વધુ રોહિંગ્યા શરણાર્થીઓના મોતની આશંકા

bangal બંગાળની ખાડીમાં મ્યાનમારથી ભાગી રહેલા રોહિંગ્યા શરણાર્થીઓને લઈને જતી બે બોટ ડૂબી જતાં 500થી વધુ લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ દુર્ઘટનાને છેલ્લા વર્ષોમાં થયેલી સૌથી મોટી દરિયાઈ શરણાર્થી દુર્ઘટનાઓમાંની એક માનવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓએ ઘટનાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.

bangal પ્રાપ્ત માહિતી અનુસાર, બંને બોટ જૂન મહિનાના અંતમાં મ્યાનમારના રખાઇન રાજ્યમાંથી રવાના થઈ હતી. બોટમાં મોટાભાગે રોહિંગ્યા સમુદાયના લોકો સવાર હતા, જ્યારે કેટલાક શરણાર્થીઓ બાંગ્લાદેશના રિફ્યુજી કેમ્પમાંથી પણ આ જોખમી દરિયાઈ સફરે નીકળ્યા હતા.

ADVERTISEMENT
ADVERTISEMENT

bangal ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર માઇગ્રેશન (IOM) અને યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશનર ફોર રેફ્યુજીસ (UNHCR)ના સંયુક્ત નિવેદન મુજબ, પ્રથમ બોટમાં અંદાજે 250 લોકો સવાર હતા. સમુદ્રમાં પ્રવેશ્યા બાદ થોડા સમય જમાં બોટનો સંપર્ક તૂટી ગયો હતો.

બીજી તરફ, આશરે 280 લોકોને લઈ જતી બીજી બોટ 8 જુલાઈએ મ્યાનમારના અય્યાયારવાડી કિનારા નજીક ડૂબી ગઈ હોવાનું માનવામાં આવે છે. બંને બોટના કુલ 530 લોકો હાલ લાપતા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

આંતરરાષ્ટ્રીય એજન્સીઓના જણાવ્યા મુજબ દરિયામાં ખરાબ હવામાન અને લાંબા સમયથી કોઈ સંપર્ક ન થતાં લાપતા લોકોને જીવતા મળવાની શક્યતા અત્યંત ઓછી છે. આ દુર્ઘટનાએ ફરી એકવાર રોહિંગ્યા શરણાર્થીઓની સુરક્ષા અને માનવતાવાદી સંકટ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *