Shri Ram Katha ગુજરાત લોકભવનમાં ઐતિહાસિક શ્રીરામ કથાનો પ્રારંભ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભક્તિમય માહોલ સર્જાયો

Shri Ram Katha ગુજરાત લોકભવનમાં ઐતિહાસિક શ્રીરામ કથાનો પ્રારંભ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભક્તિમય માહોલ સર્જાયો

Shri Ram Katha ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન હેઠળ ગુજરાત લોકભવનના ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થાના આ મહોત્સવના પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે શ્રીરામ કથાનું મહત્વ, તેની પૃષ્ઠભૂમિ અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના આદર્શ જીવન પર પ્રકાશ પાડ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિએ કાર્યક્રમને વિશેષ ગૌરવ અપાવ્યું હતું.

Shri Ram Katha આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, “શ્રીરામનું જીવન માત્ર શ્રદ્ધા અને નમનનો વિષય નથી, પરંતુ જીવન જીવવાની કળા છે.” તેમણે જણાવ્યું કે રામાયણના વિવિધ પ્રસંગો આપણને આદર્શ પુત્ર, આદર્શ ભાઈ, આદર્શ પતિ અને પ્રજાવત્સલ રાજા તરીકેના ગુણો શીખવે છે. શ્રીરામ કથા માત્ર સાંભળવા પૂરતી નહીં, પરંતુ તેને જીવનમાં ઉતારવાથી જીવનની અનેક સમસ્યાઓ અને વ્યથાઓનું નિરાકરણ શક્ય બને છે. તેમણે ઉપસ્થિત સૌને કથામાંથી જીવનઘડતરની પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો.

Shri Ram Katha : રાજ્યપાલએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વિશેષ આભાર વ્યક્ત કરતાં તેમની સાદગી અને જનસેવાની ભાવનાની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે અત્યંત વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં મુખ્યમંત્રી સતત લોકો વચ્ચે રહી તેમની સમસ્યાઓના નિરાકરણ માટે કાર્યરત રહે છે. તાજેતરમાં ટ્રેનમાં પ્રવાસ કરી એક ગામની શાળામાં રાત્રિ રોકાણ કરવું તેમજ અનુસૂચિત જાતિના પરિવારના ઘરે ભોજન લેવું તેમની લોકલક્ષી કાર્યશૈલીનું ઉત્તમ ઉદાહરણ છે.

રાજ્યપાલશ્રીએ સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું સ્વાગત કરતાં જણાવ્યું કે તેઓ પોતાના સમગ્ર પરિવાર સાથે ભારતીય સંસ્કૃતિ અને વૈદિક પરંપરાના જતન અને પ્રસાર માટે જે પુનિત કાર્ય કરી રહ્યા છે, તે અભિનંદનને પાત્ર છે. તેમણે ઉમેર્યું કે આગામી ૨૮ જૂન સુધી દરરોજ યોજાનારી આ શ્રીરામ કથા ભક્તજનો માટે અમૃતવર્ષા સમાન સાબિત થશે.

Shri Ram Katha : કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શીશપાલ રાજપૂત, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ હર્ષદભાઈ પટેલ, વિવિધ પદાધિકારીઓ, જિલ્લા પ્રશાસનના અધિકારીઓ, લોકભવન પરિવારના સભ્યો તેમજ મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી શ્રદ્ધા, આસ્થા અને ઉત્સાહપૂર્વક શ્રીરામ કથાનું રસપાન કર્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *