
યોગમય ગુજરાત: અમદાવાદમાં અમિત શાહ, માણસામાં CM ભૂપેન્દ્ર પટેલ સહિત 1.15 કરોડથી વધુ લોકોએ કર્યો યોગાભ્યાસ
સમગ્ર દેશ અને વિશ્વ સાથે ગુજરાતભરમાં પણ 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. રાજ્યના વિવિધ શહેરોમાં યોજાયેલા સામૂહિક યોગ કાર્યક્રમોમાં લાખો નાગરિકોએ ભાગ લીધો હતો. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 24 હજારથી વધુ સ્થળોએ અંદાજે 1.15 કરોડથી વધુ લોકો યોગાભ્યાસમાં જોડાયા હતા.

અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રહલાદનગર ગાર્ડન ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shahએ પોતાના ગાંધીનગર લોકસભા મતવિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગાભ્યાસ કર્યો હતો. કાર્યક્રમમાં Harsh Sanghavi પણ ઉપસ્થિત રહ્યા હતા. શહેરના 48થી વધુ સ્થળોએ સામૂહિક યોગ કાર્યક્રમો યોજાયા હતા.
રાજકોટના Madhavrao Scindia Cricket Ground ખાતે હજારો નાગરિકોએ એકસાથે યોગાસનો કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી. કેટલાક સ્થળોએ બાળકો અને મહિલાઓએ પાણીમાં યોગાસનો કરીને અનોખું આકર્ષણ સર્જ્યું હતું.

રાજ્ય કક્ષાનો મુખ્ય યોગ મહોત્સવ Mansa ખાતે યોજાયો હતો. સાયન્સ કોલેજના વિશાળ મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં Bhupendra Patelની ઉપસ્થિતિમાં હજારો નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસ કર્યો હતો. સમગ્ર માણસા શહેર યોગમય વાતાવરણમાં રંગાઈ ગયું હતું.
મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગ્રીન એનર્જી અને સોલર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા સાથે વડાપ્રધાનના મિશન લાઈફના અભિગમને જીવનમાં અપનાવવાનો સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં હાલમાં 1.50 લાખથી વધુ યોગ ટ્રેનર્સ કાર્યરત છે, જ્યારે 5,000થી વધુ નિઃશુલ્ક યોગ ક્લાસ મારફતે આશરે 8 લાખ લોકો નિયમિત યોગ સાથે જોડાયેલા છે.
ગુજરાત દેશભરમાં સૌથી વધુ યોગ ટ્રેનર્સ તૈયાર કરનાર રાજ્ય તરીકે આગળ વધી રહ્યું હોવાનું જણાવતાં મુખ્યમંત્રીએ સૌને નિરોગી અને સ્વસ્થ જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.