શ્રીમદ્ ભગવદ્ ગીતા: નિષ્ક્રિયતાથી કર્મયોગ તરફનો માર્ગ

શ્રીમદ્ ભગવદ્ ગીતા: નિષ્ક્રિયતાથી કર્મયોગ તરફનો માર્ગ

લેખન :- પ્રજ્ઞાચક્ષુ ભાગવત કથાકાર ડો.કૃણાલ જોશી

જો અર્જુન ન હોત તો આપણને શ્રીમદ્ ભગવદ્ ગીતા રૂપે અમૂલ્ય પ્રસાદ પ્રાપ્ત ન થયો હોત. આપણી સ્થિતિ પણ ઘણી વખત અર્જુન જેવી જ થઈ જાય છે. અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હતું કે, હું યુદ્ધ નહીં કરું તેવી જ રીતે આપણે પણ આપણા કાર્યક્ષેત્રમાંથી નિરાશ થઈને પાછળ હટી જઈએ છીએ. કોઈ કહે છે, હું વ્યવસાય નહીં કરું, તો કોઈ વિદ્યાર્થી કહે છે, હું અભ્યાસ નહીં કરું

જ્યારે આપણે નિષ્ક્રિય બની જઈએ છીએ ત્યારે શ્રીમદ્ ભગવદ્ ગીતા એવું શાસ્ત્ર છે, જે આપણને ફરી સક્રિય બનાવે છે. ભગવાને અર્જુનને કહ્યું, “હે અર્જુન! તારામાં આવી દુર્બળતા ક્યાંથી આવી? ઊભો થા..! આ સંદેશ માત્ર અર્જુન માટે જ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે છે. નિષ્ક્રિયતા છોડીને કર્મમાં સક્રિય થવાનું છે.

ગીતા સમજાવે છે કે કર્મ કર્યા વિના કશું પ્રાપ્ત થતું નથી અને કરેલું કર્મ ક્યારેય વ્યર્થ જતું નથી. તેથી ઊભા થાઓ, નિરાશ ન થાઓ અને સતત કાર્ય કરતા રહો. ભગવાનની કૃપા અને મદદ હંમેશાં તૈયાર છે. કર્મ એ જ ભગવાન શ્રી કૃષ્ણની સાચી ઉપાસના છે. જે કર્મયોગી છે તે જ સાચો સંન્યાસી છે અને જે સાચો સંન્યાસી છે તે જ કર્મયોગી છે.

શ્રીમદ્ ભાગવત અને શ્રીમદ્ ભગવદ્ ગીતા આ બંને ગ્રંથો ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી પ્રગટ થયેલા દિવ્ય ગ્રંથો છે. શ્રીમદ્ ભાગવતને સમજવું એટલે ભગવાન શ્રીકૃષ્ણને સમજવા અને શ્રીમદ્ ભગવદ્ ગીતાને સાંભળવી એટલે ભગવાન શ્રીકૃષ્ણની વાણી સાંભળવી

શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયોના નામ આ પ્રમાણે છે:

૧. અર્જુનવિષાદ યોગ

૨. સાંખ્ય યોગ

૩. કર્મયોગ

૪. જ્ઞાનકર્મસંન્યાસ યોગ

૫. કર્મસંન્યાસ યોગ

૬. આત્મ સંયમ યોગ

૭. જ્ઞાનવિજ્ઞાન યોગ

૮. અક્ષરબ્રહ્મ યોગ

૯. રાજવિદ્યા રાજગુહ્ય યોગ

૧૦. વિભૂતિ યોગ

૧૧. વિશ્વરૂપદર્શન યોગ

૧૨. ભક્તિયોગ

૧૩. ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

૧૪. ગુણત્રય વિભાગ યોગ

૧૫. પુરુષોત્તમ યોગ

૧૬. દૈવાસુર સંપદ્વિભાગ યોગ

૧૭. શ્રદ્ધાત્રય વિભાગ યોગ

૧૮. મોક્ષસંન્યાસ યોગ

જ્ઞાનયોગ, કર્મયોગ અને ભક્તિયોગ આ ત્રણેયનો ત્રિવેણી સંગમ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતા

શ્રીમદ્ ભગવદ્ ગીતા ભગવાન શ્રીકૃષ્ણની દિવ્ય વાણી છે. ભગવાનનો આ વાણી અવતાર છે. જેમ ગગનની ઉપમા માત્ર ગગનથી જ આપી શકાય, તેમ ગીતાની ઉપમા માત્ર ગીતાથી જ આપી શકાય. ભગવાન શ્રીકૃષ્ણની વાણીરૂપ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો એક શબ્દ પણ જો આપણે જીવનમાં ઉતારીએ તો આપણું જીવન સાર્થક બની જાય

એટલા માટે જ એક ભાવગીતમાં સુંદર રીતે વર્ણવ્યું છે.

ગાંડીવ લઈ હાથમાં , અર્જુન થા યુવાન બની સારથી ઊભા છે યોગેશ્વર ભગવાન

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *