International Yoga Day માણસા ખાતે રાજ્યકક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

International Yoga Day માણસા ખાતે રાજ્યકક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી

International Yoga Day ગાંધીનગર જિલ્લાના માણસા ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે. આ અંગે માહિતી આપતાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે રાજ્યભરમાં ૧.૨૫ કરોડથી વધુ નાગરિકો યોગ પ્રોટોકોલ તાલીમમાં ભાગ લેશે.

International Yoga Day રાજ્યમાં ૧૪થી ૨૦ જૂન દરમિયાન ‘યોગ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. શાળાઓ, કોલેજો, કોર્પોરેટ ઓફિસો, ઉદ્યોગો, બગીચાઓ અને જાહેર સ્થળોએ મળીને આશરે ૨૪ હજાર કાર્યક્રમો યોજાશે. આ વર્ષે ‘યોગા ફોર હેલ્ધી એજિંગ’ થીમ હેઠળ વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

International Yoga Day રાજ્યની ૧૭ મહાનગરપાલિકાઓ, ૩૩ જિલ્લાઓના તમામ તાલુકાઓ, નગરપાલિકાઓ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ સમયે સામૂહિક યોગાભ્યાસ યોજાશે. માણસા ખાતે યોજાનારા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ૪ હજારથી વધુ લોકો જોડાશે. ઉપરાંત વિવિધ વર્ગોને આવરી લેતા વિશેષ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે.

International Yoga Day ગુજરાત યોગ બોર્ડ દ્વારા નાગરિકોને નિયમિત યોગાભ્યાસ માટે તાલીમ અને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું પણ જણાવાયું હતું.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *