દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે દિવસીય મુલાકાતે રાજ્યના મહાનુભાવો

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે દિવસીય મુલાકાતે રાજ્યના મહાનુભાવો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન આદિવાસી વિસ્તારોમાં વિકાસની નવી ચેતના જાગી હોવાનું જણાવતાં દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોની બે દિવસીય મુલાકાત શરૂ કરવામાં આવી છે. આ મુલાકાતમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા છે.

પ્રધાનમંત્રીના ઈંધણ બચત અને જાહેર પરિવહનને પ્રોત્સાહન આપવાના આહ્વાનને અનુસરીને પ્રતિનિધિમંડળે વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી હતી. હરિયાળી વચ્ચે દોડતી વંદે ભારતની મુસાફરી દરમિયાન કુદરતી સૌંદર્યનો અનોખો અનુભવ થયો હોવાનું જણાવાયું હતું.

મુલાકાત દરમિયાન નવસારી જિલ્લાના આછવણી અને પાણીખડક ગામોની મુલાકાત લેવામાં આવશે, જ્યાં ગ્રામજનો સાથે વિકાસના વિવિધ મુદ્દાઓ પર સંવાદ યોજાશે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અને સ્વચ્છતા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

આ ઉપરાંત ગ્રામજનો સાથે ભોજન અને ગામમાં રાત્રિરોકાણનો કાર્યક્રમ પણ યોજાશે, જે આ મુલાકાતને વધુ યાદગાર બનાવશે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *