World Brain Tumor Day : વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ: GCRIમાં વિશ્વસ્તરીય સારવારથી દર્દીઓને મળી રહી નવી આશા

World Brain Tumor Day : વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ: GCRIમાં વિશ્વસ્તરીય સારવારથી દર્દીઓને મળી રહી નવી આશા

World Brain Tumor Day : અમદાવાદ 8 જૂન: દર વર્ષે 8 જૂને સમગ્ર વિશ્વમાં “વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસ” તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બ્રેઈન ટ્યુમર અંગે જનજાગૃતિ ફેલાવવાનો, તેના લક્ષણો વિશે લોકોને માહિતગાર કરવાનો અને સમયસર નિદાન તથા સારવારના મહત્વને ઉજાગર કરવાનો છે.

આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, “જાગૃતિ એ જ શ્રેષ્ઠ બચાવ છે. સમયસર નિદાન અને સારવારથી બ્રેઈન ટ્યુમર સામે જીતી શકાય છે.”

World Brain Tumor Day : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (GCRI) ખાતે બ્રેઈન ટ્યુમર સહિત વિવિધ પ્રકારના કેન્સરની સારવાર માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેના કારણે હવે ગુજરાતના દર્દીઓને સારવાર માટે અન્ય રાજ્યોમાં જવાની જરૂર રહેતી નથી.

World Brain Tumor Day : GCRIમાં ઉપલબ્ધ CyberKnife ટેકનોલોજી અત્યંત ચોકસાઈપૂર્વક રેડિયેશન સારવાર પૂરી પાડે છે, જે સ્વસ્થ મગજના ભાગને ઓછામાં ઓછું નુકસાન પહોંચાડે છે. ઉપરાંત 3T MRI, પોર્ટેબલ CT સ્કેન, એક્ઝોસ્કોપ અને નેવિગેશન સિસ્ટમ જેવી અદ્યતન ટેકનોલોજી દર્દીઓના નિદાન અને સારવારને વધુ અસરકારક બનાવે છે.

World Brain Tumor Day : આ સાથે, પાત્રતા ધરાવતા દર્દીઓને PMJAY (આયુષ્માન ભારત) યોજના હેઠળ સંપૂર્ણ નિઃશુલ્ક સારવારની સુવિધા પણ ઉપલબ્ધ છે, જેનાથી આર્થિક રીતે નબળા વર્ગના દર્દીઓને મોટી રાહત મળી રહી છે.

તબીબોના જણાવ્યા મુજબ સતત માથાનો દુખાવો, દ્રષ્ટિમાં ફેરફાર, ચક્કર આવવા, શરીરના કોઈ ભાગમાં નબળાઈ અનુભવવી અથવા વારંવાર ઉલ્ટી થવી જેવા લક્ષણોને અવગણવા જોઈએ નહીં. આવા લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સલાહ લેવી જરૂરી છે.

World Brain Tumor Day : ગુજરાત સરકાર અને GCRIના સંયુક્ત પ્રયાસોથી આજે રાજ્યના કેન્સર દર્દીઓને એક જ છત નીચે વૈશ્વિક સ્તરની સારવાર મળી રહી છે. વિશ્વ બ્રેઈન ટ્યુમર દિવસના અવસરે આરોગ્ય નિષ્ણાતોએ લોકોને જાગૃત રહેવા અને કોઈપણ લક્ષણ જણાય તો સમયસર તપાસ કરાવવાની અપીલ કરી છે.

વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *