Land Scam કરોડોના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી: નાંદોદના પૂર્વ મામલતદારની CID ક્રાઇમ દ્વારા ધરપકડ

Land Scam કરોડોના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી: નાંદોદના પૂર્વ મામલતદારની CID ક્રાઇમ દ્વારા ધરપકડ

Land Scam નર્મદા જિલ્લામાં વર્ષો જૂના જમીન કૌભાંડમાં CID ક્રાઇમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત બાબુલાલ પખાવાલાની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર સત્તાનો દુરુપયોગ કરીને ખાનગી વ્યક્તિઓ સાથે સાંઠગાંઠ રચી સરકારને રૂ. 1.29 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યાનો ગંભીર આક્ષેપ છે.

Land Scam 27 વર્ષ જૂની રદ થયેલી નોંધને ફરી ‘જીવંત’ કરાઈ!

CID ક્રાઇમની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. નાંદોદ તાલુકાના બખર ગામના સર્વે નં. 33, 35, 41 અને 42 અંગેની હક્કપત્રક નોંધ નં. 504 વર્ષ 1999માં જ સત્તાવાર રીતે રદ થઈ ગઈ હતી. જોકે, વર્ષ 2008માં આ જ નોંધને ફરી માન્યતા આપવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

આરોપ છે કે તત્કાલીન મામલતદાર રોહિત પખાવાલાએ સંબંધિત વ્યક્તિઓની ખેડૂત તરીકેની પાત્રતા ચકાસ્યા વિના અને નિયમોને અવગણીને 10 ડિસેમ્બર, 2008ના રોજ હક્કપત્રક નોંધ નં. 670ને ગેરકાયદેસર રીતે પ્રમાણિત કરી દીધી હતી.

Land Scam સરકારને 1.29 કરોડથી વધુનું નુકસાન

આ એક નિર્ણયના કારણે રાજ્ય સરકારને અંદાજે રૂ. 1,29,39,150નું આર્થિક નુકસાન થયું હોવાનું CID ક્રાઇમની તપાસમાં બહાર આવ્યું છે. સરકારી જમીનના રેકોર્ડમાં થયેલી ગેરરીતિને ગંભીર માનતા વડોદરા ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.

Land Scam મધરાતે કાર્યવાહી, પૂર્વ મામલતદાર અટકમાં

પુરાવાઓના આધારે CID ક્રાઇમે 4 જૂન, 2026ના રોજ રાત્રે 11:15 વાગ્યે પૂર્વ મામલતદાર રોહિત પખાવાલાની સત્તાવાર ધરપકડ કરી હતી. હાલ તેમની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Land Scam અન્ય અધિકારીઓ પણ CIDના રડાર પર

તપાસ એજન્સીના સૂત્રો અનુસાર આ કૌભાંડ માત્ર એક અધિકારી પૂરતું મર્યાદિત નથી. મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓ, વચેટિયાઓ અને ભૂમાફિયાઓની સંડોવણીની પણ તપાસ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા અને ધરપકડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Land Scam સરકારી જમીનના રેકોર્ડ સાથે ચેડાં કરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આ કેસે મહેસૂલ તંત્રમાં ભારે ખળભળાટ મચાવ્યો છે. CID ક્રાઇમની તપાસ હવે વધુ મોટા માથાઓ સુધી પહોંચે છે કે નહીં તેના પર સૌની નજર છે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *