ToyDonationDrive : રમશે બાળક, ખીલશે બાળક અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા, મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો

ToyDonationDrive : રમશે બાળક, ખીલશે બાળક અભિયાનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જોડાયા, મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ યોજાયો

ToyDonationDrive : અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં આવેલ આરોહી ટ્વીન્સ બંગલોમાં “રમશે બાળક, ખીલશે બાળક” અભિયાન અંતર્ગત મેઘા રમકડાં કલેક્શન કાર્યક્રમ મુખ્યમંત્રી Bhupendra Patelની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી Amit Shahની પ્રેરણાથી શરૂ થયેલા આ અભિયાનનો હેતુ સક્ષમ પરિવારોના બાળકોના ઉપયોગમાં ન હોય તેવા રમકડાં જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચાડવાનો છે.

ToyDonationDrive : આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, બાળકોના સર્વાંગી વિકાસમાં રમકડાં અને રમત-ગમતનું વિશેષ મહત્વ છે. રમકડાંના દાન દ્વારા માત્ર જરૂરિયાતમંદ બાળકોને આનંદ જ નથી મળતો, પરંતુ બાળકોમાં સંવેદના, સહાનુભૂતિ અને વહેંચણી જેવા મૂલ્યોનો પણ વિકાસ થાય છે.

ToyDonationDrive : મુખ્યમંત્રીએ નાગરિકોને આ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાવા અને વધુમાં વધુ રમકડાં દાન કરીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાના આ યજ્ઞમાં સહભાગી બનવા અપીલ કરી હતી.

કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ToyDonationDrive : આ પ્રસંગે વિનોદભાઈ પટેલ, દર્શનભાઈ પટેલ સહિતના આગેવાનો, કાર્યકરો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *