AMC અમદાવાદ મકરબા બ્રિજનું કામ અંતિમ ચરણમાં

AMC દ્વારા મકરબા બ્રિજ પર 12 સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી પૂર્ણ

AMC અમદાવાદ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુગમ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા મકરબા બ્રિજ પ્રોજેક્ટ હેઠળ મહત્વપૂર્ણ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મકરબા બ્રિજ પર કુલ 12 સ્ટીલ કમ્પોઝિટ ગર્ડર લોન્ચ કરવાની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ થતાં પશ્ચિમ અમદાવાદની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે.

AMC આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ એસ.જી. હાઈવે, મકરબા, વેજલપુર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકના દબાણમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રોજબરોજ ભારે વાહન વ્યવહારનો સામનો કરતા નાગરિકોને હવે વધુ સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મળશે.

AMCના જણાવ્યા મુજબ, બ્રિજ પ્રોજેક્ટનો સીધો લાભ અંદાજિત એક લાખથી વધુ નાગરિકોને મળશે. શહેરના વિકાસ સાથે ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

શહેરના પશ્ચિમ વિસ્તારમાં વધતી વસતિ અને વાહનોની સંખ્યાને ધ્યાનમાં રાખીને આ બ્રિજ ભવિષ્યમાં મહત્વપૂર્ણ ટ્રાફિક કનેક્ટિવિટી તરીકે કામ કરશે.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *