વડોદરા: નદીમાં મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ! કોટણા બીચ પર બે યુવકોના ડૂબવાથી મોત

વડોદરા: નદીમાં મિત્રોની મોજ મસ્તી માતમમાં ફેરવાઈ! કોટણા બીચ પર બે યુવકોના ડૂબવાથી મોત

વડોદરા નજીક આવેલા પ્રખ્યાત પિકનિક સ્પોટ કોટણા બીચ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. મહીસાગર નદીમાં નાહવા પડેલા વડોદરાના યુવકોના ગ્રુપમાંથી 2 યુવકો ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેમના કરુણ મોત નીપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને યુવકોના પરિવારમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.

મોજ-મસ્તી સમયે જ સર્જાયો કાળ

મળતી માહિતી મુજબ, વડોદરાના મિત્રોનું એક ગ્રુપ રવિવારની રજા માણવા કે ટ્રીપના ભાગરૂપે કોટણા બીચ પર ગયું હતું. સવારના સમયે યુવકો નદીના પાણીમાં ઉતરીને મોજ-મસ્તી કરી રહ્યા હતા. આ દરમિયાન અચાનક 2 યુવકો નદીના ઊંડા ધરામાં ખેંચાઈ ગયા હતા. મિત્રોને ડૂબતા જોઈ અન્ય સાથીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, જેના પગલે આસપાસના સ્થાનિક તરવૈયાઓ મદદે દોડી આવ્યા હતા.

રેસ્ક્યુ ઓપરેશન અને મૃતદેહની પ્રાપ્તિ

ઘટનાની જાણ થતાં જ વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની કલાકોની જહેમત બાદ બંને યુવકોના મૃતદેહ નજીકમાંથી જ મળી આવ્યા હતા. પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક યુવકોની ઓળખ:

કૃષ્ણા રાજપૂત: ઉંમર 22 વર્ષ, રહે. દાંડિયા બજાર (પ્રકાશ યુવક મંડળ પાસે).

જય જોગલેકર: ઉંમર 23 વર્ષ, રહે. કારેલીબાગ, વડોદરા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *