હવસખોર હત્યારાને ફાંસીની સજા: કચ્છના ચકચારી કેસમાં કડક ચુકાદો

હવસખોર હત્યારાને ફાંસીની સજા: કચ્છના ચકચારી કેસમાં કડક ચુકાદો

કચ્છ જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં બનેલા અત્યંત જઘન્ય દુષ્કર્મ અને હત્યાના કેસમાં અધિક જિલ્લા સેશન્સ અદાલતે ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. રતાડિયા ગામની 65 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ આચરીને નિર્મમ હત્યા કરનાર આરોપી સચિન કુવરિયા (સથવારા)ને અદાલતે ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવી ફાંસીની સજા ફટકારી છે.

આ ચકચારી બનાવ 22 ફેબ્રુઆરી 2023ના રોજ બન્યો હતો. ગુંદાલા ગામે દેવદર્શન કરીને પરત ફરી રહેલી વૃદ્ધાને આરોપીએ લિફ્ટ આપવાના બહાને બાઇક પર બેસાડી અપહરણ કર્યું હતું. ત્યારબાદ રતાડિયા ગામના સીમાડે અવાવરુ જગ્યાએ લઇ જઈ તેના પર દુષ્કર્મ આચર્યું અને ગુનો બહાર ન આવે તે માટે લૂંગીથી શ્વાસ રુંધાવીને હત્યા કરી નાસી ગયો હતો.

વૃદ્ધા ઘરે પરત ન ફરતા પરિજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને બાદમાં તેમની લાશ મળી આવતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પ્રાગપર પોલીસ દ્વારા તાત્કાલિક ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી. સીસીટીવી ફૂટેજ, સાક્ષીઓના નિવેદન અને વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ગણતરીના કલાકોમાં આરોપી સુધી પહોંચવામાં પોલીસ સફળ રહી હતી.

કોર્ટમાં પોલીસે 15 સાક્ષી અને 76 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. ફોરેન્સિક તપાસમાં આરોપી અને મૃતકના ડીએનએ નમૂનાઓ મેળ ખાતા કેસ વધુ મજબૂત બન્યો હતો. તમામ પુરાવા અને દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયમૂર્તિ જે. એ. ઠક્કરે આરોપીને કલમ 302 હેઠળ મૃત્યુદંડ અને એક લાખનો દંડ, કલમ 376 હેઠળ આજીવન કેદ અને એક લાખનો દંડ તેમજ કલમ 364 હેઠળ પણ દોષી ઠેરવ્યો છે.

અદાલતે પોતાના ચુકાદામાં જણાવ્યું કે, માતાસમાન વૃદ્ધા સાથે આ પ્રકારનું પાશવી કૃત્ય કરનાર આરોપી માટે કોઇ દયાભાવ રાખી શકાય નહીં. આ ગુનાને ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણાવી કડક સજા જરૂરી હોવાનું જણાવ્યું હતું.

સાથે જ મૃતકના પરિવારને ગુજરાત વિક્ટિમ કમ્પન્સેશન સ્કીમ હેઠળ 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી ભલામણ પણ અદાલતે કરી છે.

આ કેસમાં સરકાર તરફથી સરકારી વકીલ ડી. જે. ઠક્કરે અસરકારક દલીલો કરી હતી. સમગ્ર કચ્છ જિલ્લામાં આ ચુકાદાને લઈને ચર્ચા જગાઈ છે અને લોકો દ્વારા ન્યાયપ્રણાલીની કડક કાર્યવાહીનું સ્વાગત કરવામાં આવી રહ્યું

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *