12.5 LAKH MEPHEDRONE SIEZED : અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે 12લાખથી વધુના મોફેડ્રોન સાથે બેની ધરપકડ કરી

12.5 LAKH MEPHEDRONE SIEZED : ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કાયદો અને પોલીસ સતત એલર્ટ મોડ પર છે. આ પેટ્રોલીંગ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને ઘીકાંટા વિસ્તારમાંથી 12લાખથી વધુના મોફેડ્રોન સાથે બેની ધરપકડ કરી છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. આ માહિતીના આધારે ગઈકાલે રોજ પોલીસે ઘીકાંટામાં નવતાડ પોળની સામે, લક્ષ્મી માર્કેટ નીચે આવેલ રોડ ઉપર વોચ ગોઠવીને રેઇડ કરી હતી. આ સ્થળેથી પસાર થતા અને ડ્રગ્સ લઈને જતા શખસોને પોલીસે રંગેહાથ ઝડપી લીધા હતા.
પોલીસે તેમની પાસેથી પાસ પરમીટ વગરનો 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો, 3 મોબાઈલ ફોન, 3500 રૂપિયા રોકડા અને અન્ય બેગ મળીને કુલ 12,59,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો છે. આ ડ્રગ્સ આરોપી કોની પાસેથી લાવ્યા હતા અને કોને સપ્લાય કરવાના હતા તે સપ્લાયરને પકડવાની દિશામાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
12.5 LAKH MEPHEDRONE SIEZED : આ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીનું નામ 26 વર્ષીય માલારામ મગારામ દેવાસી જે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના પમાણા ગામનો વતની છે.
જ્યારે 35 વર્ષીય અશોકકુમાર દરજી જે મૂળ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ટેંટોડા ગામનો રહેવાસી છે. હાલમાં આ બંને આરોપીઓ અમદાવાદના સરસપુર વિસ્તારમાં, જશામાતા મંદિર પાસે લુહાર શેરીમાં, હરિસિંગ લોધીના મકાનમાં બીજા માળે રહેતા હતા અને ત્યાંથી જ ઝડપાયા છે.