CNG PRICE UPDATE : અદાણીએ CNGમાં કિલોએ રૂ1.50 વધાર્યો:અમદાવાદમાં ભાવ વધીને 83ને પાર.

CNG PRICE UPDATE : અદાણી CNGના ભાવમાં આજે (3 એપ્રિલ) પ્રતિ કિલોએ 1.50 (દોઢ રૂપિયા)નો તોતિંગ વધારો ઝીંકાયો છે. સીએનજીના ભાવમાં રૂ.1.21ના ઘટાડા બાદ 3 વખતના વધારાથી CNG રૂ. 2.60 જેટલો મોંઘો થયો છે, જેથી અમદાવાદમાં નવો ભાવ 83.77 રૂપિયા થયો છે. આ પહેલાં ફેબ્રુઆરી, 2026માં 50 પૈસા વધાર્યા હતા. ઉલ્લેખનીય છે કે, અદાણીના CNG પંપ અમદાવાદ, વડોદરા અને ખેડામાં સૌથી વધુ છે.
આ વધારાને પગલે હવે આજથી અદાણી CNG 83.77 રૂપિયામાં વેચાશે. અદાણી ગ્રૂપ દ્વારા CNGના ભાવમાં 2026ની શરૂઆતમાં જ 1.21નો ભાવ ઘટાડો કર્યો હતો, પરંતુ તે બાદ ચાર માસમાં સતત ત્રીજી વખત વધારો સીએનજીમાં ભાવ વધારો ઝીંક્યો હતો.
CNG PRICE UPDATE : આ ભાવવધારાથી રિક્ષાચાલકો પર મોટી મુસીબત આવશે, કારણ કે 2025 બાદ હવે 2026નું વર્ષ પણ મોંઘવારીનું બની રહ્યું છે. 2025માં અદાણી CNGમાં ચાર વખત ભાવ વધારો કરાયો હતો. હવે 2026માં પણ ચાલુ જ છે. 2025માં ચાર વખતનો ભાવ વધારો 3.40 રૂપિયા હતો. તો 2026ની શરૂઆતમાં પહેલા એકવાર ઘટાડો અને બે વારના વધારા બાદ હવે અદાણી CNGનો ભાવ 83.77 રૂપિયા પર પહોંચી ગયો છે.
ઇરાનમાં આવેલી સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ હોવાને કારણે ગેસનો પુરવઠો પહોંચી નથી રહ્યો. તો બીજી તરફ લોકો પીએનજી તરફ વળી રહ્યા છે. કોમર્શિયલ ગેસના ભાવ આસમાને પહોંચ્યા છે. આવામાં હવે અદાણી સીએનજીનો ભાવવધારો કમરતોડ સાબિત થઈ શકે છે. આ સ્થિતિ વચ્ચે હવે લોકોને 1 એપ્રિલથી અનેક વસ્તુઓના ભાવમાં વધારો ઝીંકાયો છે.
અમદાવાદ રિક્ષાચાલક એસોસિએશન પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા ઘણા સમયથી CNGમાં ધીમે-ધીમે ઘણો બધો ભાવ વધારો થયો છે, જેની સીધી અસર રિક્ષાચાલકો પર પડી રહી છે. રિક્ષાચાલકોની મુખ્ય આજીવિકા CNG પર નિર્ભર છે અને એક રૂપિયાનો પણ વધારો થાય તો કેટલી મુસીબત ઊભી થાય તે અમેજ જાણીએ છીએ. આ ભાવ વધારાનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ.
CNG PRICE UPDATE : વધુમાં વિજય મકવાણાએ ઉમેર્યું કે, રાતોરાત થતો ભાવ વધારો રિક્ષાચાલકો માટે કમરતોડ સાબિત થાય છે. દરરોજ ચારથી પાંચ કિલ્લો ગેસનો વપરાશ એક રિક્ષાચાલક કરતો હોય છે, જેથી એક રૂપિયાનો પણ ભાવ વધારો રિક્ષાચાલકો માટે કમર તોડ સાબિત થાય છે. અમારી માગણી છે કે, રિક્ષાચાલકોને રાહત આપવા ભાવ વધારો પરત ખેંચવામાં આવે.
રિક્ષાચાલક કિશનભાઈએ જણાવ્યું કે, એક તરફ ધંધો મળતો નથી અને બીજી તરફ ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેથી અમને ખૂબ મુશ્કેલી પડી રહી છે. CNGનો ભાવ વધારો કરવામાં આવ્યો છે તે ઓછો કરવામાં આવે તેવી જ અમારી માગ છે.
CNG PRICE UPDATE : રિક્ષાચાલક ચંદ્રવદન પંચાલે જણાવ્યું કે, મને એકલાને નહીં, પરંતુ તમામ રિક્ષાચાલકોને તકલીફ થવાની છે. અદાણી કંપની છેલ્લા દસ મહિનાથી સતત ભાવ વધારો કરી રહી છે. ગઈકાલે દોઢ રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. છેલ્લા 6 મહિનામાં પાંચથી સો રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગેસ પંપ પર છુટા રૂપિયા પણ પરત આપવામાં આવતા નથી. અમે મેસેન્જર પાસે વધારે ભાડું માગીએ તો અમારે ટકરાર થતી હોય છે.

CNG PRICE UPDATE : ચેલાભાઈએ જણાવ્યું હતું કે, અદાણીનો જે પંપો ચાલે છે તે રિક્ષાચાલકના કારણે ચાલે છે. ગાડીઓમાં CNG હવે આવવાની શરૂઆત થઈ છે. એક સાથે રૂપિયો વધારી દો અને આ રીતે ભાવ વધારો કરવો છે તો અમને મારી નાખો.