JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : જામનગર-ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, પાકને નુકસાન.

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : જામનગર-ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં કરા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો, પાકને નુકસાન.

AMNAGAR-BHUJ UNSEASONAL RAIN
AMNAGAR-BHUJ UNSEASONAL RAIN

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રમાં આજે અચાનક કમોસમી વરસાદ ખાબક્યો છે. ભુજ તાલુકાના ખાવડા પંથકમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા ખાવડા, મિરઝાપર, સુખપર, માનકુવા સહિતના ગામોમાં તેમજ જામનગર જિલ્લાના લાલપુર તાલુકામાં ગાજવીજ સાથે કરા પડતા મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે.

લાલપુર પંથકમાં કરા સાથે પડેલા વરસાદને કારણે રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે. દાસે જણાવ્યું કે, 2 સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદ સાથે 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે.

જામનગર જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો આવ્યો છે. લાલપુર પંથકમાં ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ તૂટી પડતા ગ્રામ્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને મોટી વેરાવળ અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદને કારણે ખેતીના પાકને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કરા સાથે વરસાદથી લાલપુર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અમુક જગ્યાએ વરસાદી ઝાપટા જોવા મળ્યા.

​લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક આકાશમાં કાળાડિબાંગ વાદળો ચડી આવ્યા હતા અને જોતજોતામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અનેક સ્થળોએ વરસાદની સાથે કરા પણ પડ્યા હતા, જેનાથી રસ્તાઓ પર સફેદ ચાદર પથરાઈ ગઈ હોય એવા દૃશ્યો સર્જાયા હતા. મોટી વેરાવળ સહિતના પંથકમાં માવઠાને કારણે માર્ગો પર પાણી ફરી વળ્યા હતા.

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN
JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ગાજવીજ, આંધી-તોફાન સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. 2 સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, વરસાદી ટ્રફ સક્રિય થતાં રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 37 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. આગામી બે દિવસ તાપમાનમાં 2-3 ડિગ્રી ઘટવાની આગાહી કરવામાં આવી છે.

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN
JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, આવનારા 48 કલાકમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ (વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ) સર્જાવા જઈ રહ્યો છે, જેની અસર દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં થવાની શક્યતા છે. પવનની ગતિ 60થી 70 કિલોમીટરની ઝડપે ઉત્તર ભારતના ભાગોમાં થવાની શક્યતા છે.

કરા પડવાની પણ શક્યતા છે અને તેની અસર ગુજરાતના વિવિધ ભાગો પર પણ થવાની શક્યતા છે. 3 એપ્રિલે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક વધુ વરસાદ થવાની શક્યતા છે. દ્વારકાના ભાગમાં હવામાન પલટાશે, જામનગરના ભાગો અને આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના રાજકોટના ભાગો અને કચ્છના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા છે.

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ આ ભાગોમાં વધુ થવાની શક્યતા છે. આ સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, બનાસકાંઠા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. ખાસ કરીને સુરતના ભાગોમાં પણ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ જોવા મળી શકે છે. ગુજરાતના ભાગોમાં પવનની ગતિ લગભગ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તો કેટલાક ભાગોમાં 60થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. અડધા ભારતમાં પ્રિમોન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે.

ખાસ કરીને વડોદરાના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારમાં પણ હવામાન પલટાશે. પુનઃ 10થી 12 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવી શકે છે અને ભારે પવન સાથે વરસાદી પડી શકે છે.

JAMNAGAR-BHUJ UNSEASONAL RAIN : ગરમીની વાત કરીએ તો, અત્યારે ખાસ ગરમી પડતી નથી, પરંતુ 20 એપ્રિલથી ગરમી પડવાની શરૂઆત થશે. 26 એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે અને મેમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે. આ સાથે જ અરબ સાગરમાં હલચલ જોવા મળશે અને એક સિવિયર સાયક્લોન (ભારે વાવાઝોડા)ની શક્યતા રહેશે. જો તેનો માર્ગ ઓમાન તરફ હશે તો ગુજરાતમાં તેની અસર ઓછી રહેશે, પરંતુ બંગાળની ખાડીમાં પણ ભારે ચક્રવાતો થવાની શક્યતા નકારી શકાય નહીં.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *