TRUMPS U TURN ON IRAN : ટ્રમ્પનો ફરી યુ-ટર્ન: ન હોર્મુઝ ખુલ્યું, ન ડીલ થઈ; છતાં અમેરિકા ટૂંક સમયમાં ઈરામાંથી જતું રહેશે.

TRUMPS U TURN ON IRAN : ટ્રમ્પનો ફરી યુ-ટર્ન: ન હોર્મુઝ ખુલ્યું, ન ડીલ થઈ; છતાં અમેરિકા ટૂંક સમયમાં ઈરામાંથી જતું રહેશે.

TRUMPS U TURN ON IRAN
TRUMPS U TURN ON IRAN

TRUMPS U TURN : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે છેલ્લા 33 દિવસથી ચાલી રહેલું યુદ્ધ હવે શાંત પડવાના એંધાણ સામે આવ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન પરથી લાગી રહ્યું છે કે, હવે ગમે ત્યારે યુદ્ધ ખતમ થઈ શકે છે. હવે અમેરિકા પાછીપાની કરવા તૈયાર થઈ ગયું છે. ખુદ ટ્રમ્પે યુદ્ધ ખતમ કરવાનો ઇશારો આપ્યો છે. ટ્રમ્પે ઈરાન યુદ્ધને ખતમ કરવાની ડેડલાઇન પણ નક્કી કરી દીધી છે. તેમના કહેવા મુજબ, અમેરિકા ટૂંક સમયમાં કે પછી બે-ત્રણ અઠવાડિયામાં ઈરામાંથી જતું રહેશે. હવે અમેરિકા ઈરાન પર સૈન્ય હુમલો નહીં કરે.

TRUMPS U TURN : રસપ્રદ વાત એ છે કે, અમેરિકા કોઈપણ સમજૂતી કર્યા વગર ઈરાન વિરુદ્ધનું યુદ્ધ સમાપ્ત કરી દેશે. એટલું જ નહીં હોર્મુઝ ખુલે કે ન ખુલે, ઈરાન શરતો માને કે ન માને, તેમ છતાં અમેરિકા ઈરાનમાંથી પોતાના બોરિયા-બિસ્તરા લપેટી લેશે. આવી સ્થિતિમાં એવો સવાલ થાય છે કે, આખરે ટ્રમ્પની મજબૂરી શું છે, જેના કારણે અમેરિકા કોઈપણ સમજૂતી કર્યા વગર યુદ્ધથી પીછેહઠ કરી રહ્યું છે?

TRUMPS U TURN : સૌથી પહેલા એ જાણીશું કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાંથી યુ-ટર્ન કેમ લીધો? વાસ્તવમાં ટ્રમ્પે મંગળવારે (1 એપ્રિલ) વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, ‘અમેરિકા બેથી ત્રણ સપ્તાહની અંદર ઈરાન પર સૈન્ય હુમલા કરવાનું બંધ કરી દેશે. હવે અમેરિકા ઈરાન વિરુદ્ધ વધુ યુદ્ધ નહીં લડે. યુદ્ધના ખતમ કરાવ માટે ઈરાને કોઈપણ સમજૂતી કરવાની જરૂર નથી.’ જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે, શું યુદ્ધ ખતમ કરવા માટે શરતો રખાઈ છે? તો તેમણે કહ્યું કે, ‘આવું નથી, ઈરાને કોઈપણ સમજૂતી કરવાની જરૂર નથી.’

TRUMPS U TURN : સમજૂતી વગર ઈરાન યુદ્ધ ખતમ કરવાની ટ્રમ્પની ઇચ્છા સામે આવી ગઈ છે. જોકે ટ્રમ્પ સાથી દેશોથી પણ નારાજ છે, કારણ કે જ્યારે હોર્મુઝ ખોલવાની વાત આવી ત્યારે એકપણ સાથી દેશે અમેરિકાને સાથ આપ્યો નથી. ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે, ‘હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રાખવાની જવાબદારી તે દેશોની હોવી જોઈએ, જેઓ તેના પર નિર્ભર છે. તે જવાબદારી અમેરિકાની નથી. હોર્મુઝ ખોલવાનું અમારી પાસે કોઈ કારણ પણ નથી.’ આ પહેલા સાથી દેશોએ યુદ્ધમાં અમેરિકાને મદદ ન કરતા ટ્રમ્પ નારાજ થયા હતા. તેમણે તે દેશોને કહ્યું હતું કે, ‘જાણો પોતાનું ક્રૂડ ઓઈલ જાતે લઈને આવો.’

TRUMPS U TURN : જ્યારથી યુદ્ધ શરૂ થયું છે, ત્યારથી ટ્રમ્પના નિવેદનો બદલાતા રહે છે. ઈરાને હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધા બાદ ટ્રમ્પ ફાંકા મારતા હતા. તેઓ કહેતા કે, હોર્મુઝ ખોલાવની જ ઝંપશે. આ માટે તેઓ ઈરાનને સતત ધમકી પણ આપતા હતા. જ્યારે તેમની ધમકીની કોઈ અસર ન થઈ અને ઈરાને ઘૂંટણીએ પણ ન પડ્યું તો હવે ટ્રમ્પે યુ-ટર્ન લઈ લીધો છે. ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સાથે રાજદ્વારી વાતચીત સફળ થઈ હોવાનો દાવો કર્યો હતો.

TRUMPS U TURN : જોકે હવે હોર્મુઝની માયાજાળમાં ટ્રમ્પ ફસાઈ ગયા છે, જ્યારે તેમનાથી ક્રૂડ ઓઇલ-ગેસ માટેનો મહત્ત્વનો જળમાર્ગ હોર્મુઝ ન ખુલ્યો તો હવે તેઓએ બહાનાબાજી શરૂ કરી દીધી છે. અમેરિકાએ જે યુદ્ધની શરૂઆત કરી, તે યુદ્ધ લાંબુ ચાલ્યું, ઈરાન તરફથી પણ આક્રમક વલણ જોવા મળ્યું, ઈરાને તેલ અને ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર એવા હુમલા કર્યા કે વિશ્વભરમાં ખળભળાટ મચી ગયો. એટલું જ નહીં અમેરિકામાં પણ ટ્રમ્પ વિરુદ્ધ દેખાવો થયા. છેવટે ટ્રમ્પે બહાનું કાઢ્યું કે, અમેરિકાને હોર્મુઝ સાથે કોઈ લેવા-દેવા નથી, જેને હોર્મુઝની જરૂર છે, તેઓ જાતે જઈને ખોલે.

TRUMPS U TURN : આ તમામ ઘટનાક્રમ અને ટ્રમ્પના વારંવાર બદલાતા નિવેદન પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, યુદ્ધમાં અમેરિકા મજબૂર થઈ ગયું છે. ટ્રમ્પને લાગતું હતું કે, અમેરિકાના એક હુમલામાં ઈરાન તૂટી જશે. ખામેનેઈની હત્યા કરીને તેઓ પોતાનો ઇરાદો પાર પાડી લેશે. જોકે હવે તેનાથી ઉલટું થઈ ગયું છે. ટ્રમ્પની અદમ્ય ઇચ્છાઓથી પણ ઉપર ઈરાને ભયાનક વળતો પ્રહાર કર્યો છે. ખામેનેઈનું મોત છતાં ઈરાને સરેન્ડર કર્યું નથી.

તેણે અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે, જેના કારણે યુદ્ધ પણ લાંબુ ખેંચાયું છે. પહેલા અમેરિકાને એવું હતું કે, ત્રણ-ચાર દિવસમાં યુદ્ધ ખતમ થઈ જશે. જોકે ટ્રમ્પને એવી આશા ન હતી કે, ખામેનેઈ હત્યા બાદ ઈરાનમાં શાસન પલટો થઈ જશે. અમેરિકાનો મુખ્ય હેતુ ઈરાનમાં શાસન પલટો કરવાનો અને ઈરાનના ક્રૂડ ઓઇલ જેવા ખજાનાઓ કબજે કરવાનો હતો, જોકે હવે અમેરિકા સફળ થયું નથી. ઈરાન હજુ પણ હોર્મુઝ બંધ કરીને અમેરિકાને ચીડવી રહ્યું છે.

  • અમેરિકા-ઈઝરાલ ઈરાન પર છેલ્લા 33 દિવસથી હુમલા કરી રહ્યા છે, છતાં ઈરાન બંને દેશોને જડબાતોડ જવાબ આપી રહ્યો છે. એટલું જ નહીં ઈરાને પડોશી દેશોમાં અમેરિકન બેઝ પર પણ આક્રમક હુમલા કર્યા છે.
  • ઈરાનના લોકો સત્તાથી કંટાળ્યા હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો, જોકે ઈરાનમાં કોઈપણ સત્તા વિરોધી દેખાવો થયા નથી. એટલું જ નહીં, જ્યારે ખામેનેઈની હત્યા કરવામાં આવી ત્યારે માત્ર ઈરાનમાં જ નહીં, અન્ય દેશોમાં પણ લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો.
  • અમેરિકા ઈરાનમાં સત્તા પરિવર્તન કરવા માંગતું હતું, જોકે ટ્રમ્પની અદમ્ય ઇચ્છા છતાં ઈરાનમાં આવું થઈ શક્યું નથી. ઉલ્ટાનું ખામેનેઈના મોત બાદ હવે તેમના પુત્ર મોજતબા ખામેનેઈએ સત્તા સંભાળી લીધી છે.
  • યુદ્ધમાં ઈરાને સૌથી વ્યૂહાત્મક ગેમ રમી છે. તેણે હોર્મુઝ બંધ કરીને વિશ્વભરમાં 20-25 ટકા સપ્લાય થતો તેલ-ગેસનો પુરવઠો અટકાવતા વિશ્વભરમાં ખળભળાટ મચાવી દીધો છે.
    ઈરાને હોર્મુઝ બંધ કર્યા બાદ અમેરિકાએ ભયાનક હુમલા કરવાની ધમકી આપી હતી. અમેરિકાએ હોર્મુઝ ખોલવા માટે અનેક પ્રયાસ કર્યા હતા, તેમ છતાં તેઓ હોર્મુઝ જળમાર્ગ ખોવાવી શક્યા નથી.
  • ટ્રમ્પને શરૂઆતથી જ એવું હતું કે, ઈરાન વિરુદ્ધના યુદ્ધમાં તેના NATOમાં સામેલ સાથી દેશો અમેરિકાને સાથ આપશે. જોકે મોટાભાગના તમામ દેશોએ યુદ્ધમાં જોડાવાનો સ્પષ્ટ ઇન્કાર કરીને ટ્રમ્પને ઝટકો આપ્યો છે.
  • NATO દેશોનું વલણ, ઈરાનના આક્રમક હુમલા બાદ અમેરિકા બેકફૂટ પર આવી ગયું છે, કારણ કે યુદ્ધના ચક્કરમાં અમેરિકા દુનિયાના વલણથી સંપૂર્ણ નોખું થઈ ગયું છે.
    સૌથી મોટી વાત એ છે કે, ટ્રમ્પના વલણથી અમેરિકનો પણ નારાજ થયા છે. અનેક શહેરોમાં ‘નો કિંગ પ્રોટેસ્ટ’ના પોસ્ટરો સાથે દેખાવો થયા છે.
    ઈરાન વિરુદ્ધ દાદાગીરી, વારંવાર પલટી મારવા સહિતના કારણોથી ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ ખૂબ જ ઘટી ગઈ છે.

TRUMPS U TURN : યુદ્ધની અસર અમેરિકામાં પણ થઈ છે અને ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. એટલું જ નહીં અનેક દેશોના માર્કેટ પણ ક્રેશ થયા છે.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *