માંડવી ચૈત્રી નવરાત્રી નિમિત્તે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો

માંડવી ચૈત્રી નવરાત્રી નિમિત્તે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો

માંડવી-કચ્છ ખાતે જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી-કચ્છ દ્વારા “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન અંતર્ગત ચૈત્રી નવરાત્રી નિમિત્તે એક સુંદર અને પ્રેરણાદાયક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

તા. 26 માર્ચ 2026, ગુરુવારે ભગિની મંડળ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ માટે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ઉપયોગી બને તેવા ટ્રેડિશનલ ડ્રેસીસ સંસ્થાને અર્પણ કરવામાં આવ્યા હતા, જે વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ પ્રસંગે સ્વ. પુષ્પાબેન પ્રવિણચંદ્ર વાંજા પરિવાર દ્વારા ચોકલેટ, બિસ્કિટ અને ચિક્કીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રેડિશનલ ડ્રેસીસ ડગાળા પરિવાર દ્વારા દાનરૂપે આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં રાજેશ સોની, યોગેશ ભટ્ટ, પરીન વાંજા, પિયુષ પંચાલ, પરેશ સોની, પ્રફુલભાઈ જોષી અને રમાબેન જોશી હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

શાળાના પ્રિન્સિપાલ મીતાબેન તથા સમગ્ર સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશેષ જહેમત ઉઠાવી હતી, જેના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

આ કાર્યક્રમનું માર્ગદર્શન જાયન્ટ્સ ગૃપના શિક્ષણ ચેરમેન શ્રી જીતેન્દ્ર સોની, પ્રમુખ રાજેશભાઈ સોની અને મંત્રી હર્ષ ત્રિવેદીના નેતૃત્વ હેઠળ આપવામાં આવ્યું હતું.

અંતમાં, જાયન્ટ્સ ગૃપ ઓફ માંડવી-કચ્છના સભ્યો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપનાર તમામ દાતા પરિવાર, શાળા સ્ટાફ અને ઉપસ્થિત મહાનુભાવોના આભાર વ્યક્ત કરવામાં આવ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *