
Odisha : ઓડિશામાં કરુણાંતિકા : SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ, 10 દર્દીઓના મોત
Odisha : ઓડિશાથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે જ અહીં SCB હોસ્પિટલના ટ્રોમા કેર સેન્ટરમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 10થી વધુ લોકોના મોત થયા છે. આગમાં લગભગ પાંચથી વધુ લોકો ગંભીર રીતે દાઝી જતાં ઈજાગ્રસ્ત થયા હતા.
Odisha : સીએમ ઘટનાસ્થળે રવાના
આ ઘટનાની જાણકારી મળતાં જ મુખ્યમંત્રી મોહન માંઝી ઘટનાસ્થળે પહોંચવા નીકળી ગયા હતા. ઘટનામાં મૃત્યુ પામનારા 10 લોકો દર્દીઓ હોવાની જ શક્યતા છે.
Odisha : ICU પણ આગમાં લપટાયું
મળતી માહિતી અનુસાર સોમવારે સવારે 3 વાગ્યે ટ્રોમા કેયર સેન્ટરમાં આગ લાગી હતી. જોત જોતામાં આગની લપેટમાં ICU વૉર્ડ પણ આવી ગયું હતું. તે સમયે આઈસીયુ વૉર્ડમાં અનેક ગંભીર દર્દીઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હોવાથી આ કરુણાંતિકા સર્જાઈ હતી. આગની જાણકારી મળતાં જ ફાયરબ્રિગેડને માહિતી આપવામાં આવી હતી. જોકે સમયસર ફાયરબ્રિગેડે પહોંચીને અનેક દર્દીઓના જીવ બચાવી લીધા હતા.
Odisha : સીએમ ઘટનાસ્થળે પહોંચ્યા
મુખ્યમંત્રી મોહન માઝીએ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારો સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ સાથે સ્થિતિનું નિરીક્ષણ કરતાં રેસ્ક્યૂ કાર્યમાં સામેલ તમામ લોકોને સૂચનો કર્યા હતા. તેમણે જણાવ્યું કે જે વૉર્ડમાં આગ લાગી હતી તેમાં 23 દર્દી દાખલ હતા. બચાવ અભિયાન શરૂ થાય એ પહેલાં જ 7 લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા. જોકે અન્ય ત્રણ લોકો ગુંગળામણ અને ઈજાને કારણે થઇ હતી.