જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીનો વર્ષ ૨૦૨૬ માટેના હોદેદારોનો શપથવિધિ સમારોહ

જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીનો વર્ષ ૨૦૨૬ માટેના હોદેદારોનો શપથવિધિ સમારોહ

જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન ૩બી,
જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી, જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવી
સાહેલી, યંગ જાયન્ટ્સ ડિવિઝન માંડવીનો વર્ષ ૨૦૨૬
માટેના હોદેદારોનો શપથવિધિ સમારોહ રોટરીહોલ
માંડવી મધ્યે જાયન્ટ્સ વેલ્ફેર ફેડરેશન ફાઉન્ડેશન ૩બી
ના પ્રમુખ શ્રી ડો. મધુકાંતભાઈ આચાર્યના અધ્યક્ષ
સ્થાને યોજાયો હતો.સ્વામીનારાયણ સર્વોદય ટ્રસ્ટ કોડાય ગુરૂકુળના ચેરમેન શાસ્ત્રીશ્રી કૃષ્ણજીવનદાસજી સ્વામીના હસ્તે કાર્યક્રમનું ઉદઘાટન થયેલ તેમજ તેઓએ જાયન્ટ્સની ૨૫ વર્ષથી અવિરત સેવાકીય કામગીરી બિરદાવી હતી. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના પ્રમુખ તરીકે રાજેશભાઈ સોની, મંત્રી હર્ષ ત્રિવેદી, ઉપપ્રમુખ ભરતભાઈ કપ્ટા તથા યોગેશચંદ્ર ભટ્ટ, ખજાનચી પરેશભાઈ અઘેરા, સહમંત્રી પરીન વાંઝા, સો. મીડીયા ઓફીસર પિયુષ પંચાલ, આઈ.પી.પી. હિંમતસિંહ જાડેજાએ શપથ લીધેલ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ માંડવીના સાહેલીના પ્રમુખ તરીકે શ્રીમતી વિભાબેન ઓઝા, મંત્રી રંજનીબા જાડેજા, ઉપપ્રમુખ બંસરીબેન સુરૂ તથા પાર્વતીબેન નાકર, સહમંત્રી ડોલરબા ભટ્ટી, ખજાનચી દિયાબા રાઠોડ, સો. મીડીયા ઓફીસર શીવાનીબેન રાવલ, આઈપીપી જયશ્રીબેન સોનીએ શપથ લીધેલ.


યંગ જાયન્ટ્સ ડીવીઝનના પ્રમુખ તરીકે દીયા સોની, ઉપપ્રમુખ પ્રત્યક્ષ પારેખ તથા મંત્રી હીર બુધ્ધભટ્ટીએ શપથ લીધેલ. જાયન્ટ્સ ગ્રુપના ૨૦૨૬માં વિવિધ પ્રવૃતિઓ માટે ચેરમેન પદે નિમણુંક થયેલ તેમાં ડો. સંજયભાઈ કોઠારી આરોગ્ય ચેરમેન, ચંપકભાઈ મામતોરા સાંસ્કૃતિક ચેરમેન, અશોકભાઈ ઠકકર પર્યટન ચેરમેન, જીતુભાઈ સોની શિક્ષણ ચેરમેન, પરાગભાઈ પરમાર પર્યાવરણ ચેરમેન, વસંતગીરી ગોસ્વામી જીવદયા ચેરમેન તથા મહેશભાઈ સોની જન્મદિવસ ચેરમેન તરીકે શપથ લીધેલ હતા.

ઉપરોકત હોદેદારો તથા અન્ય નવા સભ્યોને પણ ઈન્સ્ટોલેશન ઓફીસર અને યુનિટ ડાયરેકટર દિપકભાઈ પી. સોનીએ શપથ લેવડાવ્યા હતા. સાથે તેઓએ જાયન્ટ્સની ત્રણેય પાંખની પ્રવૃતિઓની વિસ્તારથી માહિતી આપી જાયન્ટ્સ એ મીડીયેટરનું કામ કરે છે દાતાઓ પાસેથી દાન મેળવી જરૂરીયાતવાળા લોકો સુધી પહોંચવાનો માધ્યમ હોવાનું જણાવેલ. સમારોહના મુખ્ય અતિથિ નરોતમભાઈ ઓધવજી થલેશ્વર તથા શ્રીમતી વિમલાબેન નરોતમભાઈ થલેશ્વરે જાયન્ટ્સ ગ્રુપની પ્રગતિ માટે શુભેચ્છા સાથે સહયગોની ખાત્રી ઉચ્ચારી રૂા. ૫૦ હજારનું ડોનેશન આપેલ.

ડો. મધુકાંતભાઈ આચાર્યએ જાયન્ટ્સની ઓળખ આયુષ્ય વધારવા માટેની હોવાનું જણાવી જાયન્ટ્સની પરંપરાની સૌ સમક્ષ વાત કરેલ, તેમજ પાંચ વર્ષ સુધી સંબંધ ટકે તે કાયમ રહે છે બધા સાથે મળવાથી આયુષ્ય વધે છે તેવો ભાવ વ્યકત કરી માંડવી જાયન્ટ્સ ગ્રુપની ૨૫ વર્ષની યાત્રાને બિરદાવી હોદેદારોની પીઠ થાબડી હતી.

અતિથિ વિશેષ સુનીલભાઈ સોનીએ પોતાના ભાઈ રાજેશ સોનીના પ્રમુખપદ બદલ આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરવાની સાથે ગત વર્ષે માંડવી જાયન્ટ્સ ગ્રુપે ૧૪૨ પ્રોજેકટ કરેલ, આ વર્ષે એનાથી વધારે કરવા તેમજ કલબને ઉપર લઈ જવા માટે સખત મહેનત કરવા શુભેચ્છા પાઠવેલ પોતે અગાઉ લાયન્સ કલબમાં હોવાના સંભારણા યાદ કરી જાયન્ટ્સ ગ્રુપની હિમોગ્લોબીન તથા સુખડી કેમ્પની પ્રવૃતિઓને બિરદાવેલ, સંસ્થામાં રહી સેવાનું કાર્ય કરવાથી પોતાનો નિજાનંદ માણી શકાય છે તેઓએ ઓગષ્ટ માસમાં અથર્વ ચિંતન સોની તરફથી મેડીકલ કેમ્પ કરવાની જાહેરાત કરેલ સાથે રૂા. ૧૧ હજારનું ડોનેશન આપ્યું હતું. વાઈસ પ્રેસીડન્ટ યોગેશભાઈ ત્રિવેદીએ ૨૫ વર્ષ જાયન્ટ્સને પૂર્ણ કર્યાનો આનંદ વ્યકત કરી ગત વર્ષના કાર્યોને બિરદાવી ચાલુ સાલે વધારે સેવાકીય કાર્યો કરવાની શુભેચ્છા સાથે પોતાના સહયોગની ખાત્રી ઉચ્ચારી હતી.
કચ્છ કો ઓર્ડીનેટર કલ્પનાબેન જોશીએ બહેનોને સેવાકીય કાર્યો કરવાની ધગશ હોય છે તેમાં જાયન્ટ્સ ગ્રુપ સાહેલી સર્વે બહેનોને પ્લેટફોર્મ પુરૂં પાડે છે ગત વર્ષના કાર્યોને બિરદાવી પ્રજાલક્ષી કાર્યો કરવાની નેમ વ્યકત કરી હતી.

ફેડરેશન સોશ્યલ મીડીયા ઓફિસર અને મેગેઝીન સંપાદક યોગેશભાઈ મહેતાએ ૨૫ વર્ષની જાયન્ટ્સની યાત્રામાં સેવા પરમોધર્મને અનુસરી સમાજની જવાબદારીઓ નિભાવી રહયાનો આનંદ વ્યકત કરી રાજય અને ઈન્ટરનેશનલ લેવલે માંડવી જાયન્ટ્સની કામગીરીને નોંધ લેવાય છે, સન્માનપત્ર મળે છે. પ્રમુખ તથા સભ્યો બધા સક્રીય રીતે કાર્ય કરે छे.
જાયન્ટ્સ પ્રમુખ રાજેશભાઈ સોનીએ જાયન્ટ્સની પ્રવૃતિને સેવા સમર્પણનો સેતુ લેખાવી જીવદયા, શૈક્ષણિક પર્યાવરણ, મેડીકલ ક્ષેત્રે કાર્યો કરવાની નેમ વ્યકત કરી દાતાઓની દિલેરીને બિરદાવેલ તથા આર્થિક સહાય નહિં સમાજ પ્રત્યેની સંવેદનાનું પ્રતિક લેખાવીને માંડવીને સેવાનો ઉતમ ઉદાહરણ પોતાની સમસ્ત જાયન્ટ્સની ટીમના સહયોગથી બનાવવાની નેમ વ્યકત કરી હતી. જાયન્ટ્સ સાહેલી પ્રમુખ વિભાબેન ઓઝાએ મહિલા શસકિતકરણ અંગે કાર્ય કરવાની પ્રતિબધ્ધતા વ્યકત કરી શૈક્ષણિક જરૂરીયાતો, કુપોષિત બાળકોને મદદરૂપ થવા પ્રયત્નો કરવાની સાથે શાળાના બાળકોને અભ્યાસ માટે દતક લેવાની નેમ વ્યકત કરી હતી.
યંગ જાયન્ટ્સ પ્રમુખ દિયા સોનીએ વૃક્ષારોપણ સફાઈ તથા સ્લમ એરિયામાં રહેતા બાળકો સાથે તહેવારોની ઉજવણી કરવાની નેમ વ્યકત કરી હતી.દાતાઓ તથા મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આભારવિધિ ખજાનચી પરેશભાઈ અઘેરાએ જયારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન પિયુષ પંચાલ તથા હર્ષ ત્રિવેદીએ કર્યુ હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *