₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ: વિકાસના નવા દ્વાર ખુલ્યા KVO પ્રમુખ જીગર ભાઈ છેડા

₹4.08 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ: વિકાસના નવા દ્વાર ખુલ્યા KVO પ્રમુખ જીગર ભાઈ છેડા

નરેન્દ્ર મોદીના વિકાસ કેન્દ્રીત વિઝનને આત્મસાત કરીને ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાત વિધાનસભામાં રાજ્યના ઇતિહાસનું અત્યાર સુધીનું સૌથી મોટું ₹4,08,053 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે.

આ ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ શ્રી ક.વી.ઓ. જૈન મહાજન ભુજ અને શ્રી સર્વ સેવા સંઘ કચ્છ ભુજના પ્રમુખ જીગર તારાચંદભાઈ છેડાએ નાણામંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ બજેટ રાજ્ય સાથે કચ્છ જિલ્લાના સર્વાંગી વિકાસને આવરી લેતું સંતુલિત અને વિકાસશીલ દિશામાં આગળ વધતું છે.

બજેટમાં ગ્રીન ઊર્જા, ઉદ્યોગ, પ્રવાસન, વ્યાપાર, કૃષિ, ડેરી, આરોગ્ય અને શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રોમાં મોટી રકમની જોગવાઈ કરવામાં આવી છે. ખાસ કરીને નાનામાં નાના વ્યક્તિ સુધી વિકાસના લાભ પહોંચે તે માટે રાજ્ય સરકારે યોગ્ય આયોજન કર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.

કચ્છ જિલ્લામાં ઐતિહાસિક ધરોહર સમાન ધોળાવીરાને સાંસ્કૃતિક હબ તરીકે વિકસાવવાની જાહેરાત તથા જળ યોજનાઓ માટે વિશાળ ફાળવણીને તેમણે આવકાર આપી જણાવ્યું કે આથી ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળશે અને પશુપાલન ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાશે.

ટૂંકમાં, સમાજના દરેક વર્ગને આવરી લેતું અને “વિકસિત ગુજરાત”ના સંકલ્પને સાકાર કરતું આ વિકાસલક્ષી બજેટ હોવાનું તેમણે જણાવ્યું હતું.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *