
Bank Strike : દેશભરમાં આજે ગુરુવારે તમામ બેન્ક કર્મચારીઓ નવી શ્રમસંહિતા (New Labour Code)ના વિરોધમાં હડતાળ પર ઊતર્યા છે. આ હડતાળના કારણે સરકારી તેમજ ખાનગી બેન્કોની કામગીરી પર અસર થવાની શક્યતા છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેન્ક ભારતીય સ્ટેટ બેન્ક (SBI)એ પણ પોતાના ગ્રાહકોને અગાઉથી સૂચના આપી હતી.
Bank Strike : ભલે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) દ્વારા આજે કોઈ સત્તાવાર રજાની જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મોટી સંખ્યામાં કર્મચારીઓ હડતાળમાં જોડાતા શાખાઓમાં નાણાકીય વ્યવહારો, ચેક ક્લિયરિંગ, કાઉન્ટર સર્વિસ અને અન્ય કામગીરી પ્રભાવિત થઈ શકે છે.
Bank Strike : હડતાળનું મુખ્ય કારણ શું?
Bank Strike : કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા ચાર નવા લેબર કોડ (Labour Codes) આ હડતાળનું મુખ્ય કારણ છે. યુનિયનોએ દાવો કર્યો છે કે આ નવી શ્રમસંહિતા 29 જુના શ્રમ કાયદાઓને બદલી દેશે, જેના કારણે કર્મચારીઓના હક્કોમાં ઘટાડો થઈ શકે છે.
બેન્ક કર્મચારી સંઘોનું કહેવું છે કે નવી વ્યવસ્થાથી કામના કલાકો વધવાની અને રોજગાર સુરક્ષા ઘટવાની શક્યતા છે.
Bank Strike : ‘ફાઇવ ડેઝ વીક’ની પણ માંગ
Bank Strike : હડતાળ દરમિયાન બેન્ક કર્મચારીઓએ અઠવાડિયામાં પાંચ દિવસ કામ (Five Days Week in Banks)નો નિયમ અમલમાં લાવવાની માંગ પણ પુનરાવર્તિત કરી છે. તેમનું માનવું છે કે વધતા કામના ભાર વચ્ચે ફરજ અને અંગત જીવન વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે આ જરૂરી છે.