
ફિલ્મ અને ધારાવાહિક અભિનેતા રામ કપૂરના પિતાનું અવસાન થયું છે, મહત્વનું છે કે તેઓ એક એડ એજન્સીના સીઇઓ હતા, જે એજન્સીની ક્લાયન્ટ ભારતની પ્રખ્યાત દૂધ ડેરી બ્રાન્ડ અમૂલ પણ હતી, મહત્વનું છે કે અનિલ કપૂરે જ અમૂલની જાણીતી ટેગલાઇન ‘ધ ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ બનાવી છે.
ફિલ્મ અભિનેતા રામ કપૂરના પિતા અનિલ કપૂરનું 74 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ એક ઉદ્યોગપતિ હતા, સોમવારે 12 એપ્રિલના રોજ તેમનું અવસાન થયું હતું.રામ કપૂરે બુધવારે સોશિયલ મીડિયા પર એક નોંધ લખી હતી.આ સાથે તેણે અમૂલનો આભાર પણ માન્યો હતો જેણે વિશેષ શ્રદ્ધાંજલિ આપવા માટે એક બિલબોર્ડ બનાવ્યો હતો. રામ કપૂરે આ હોર્ડિંગ શેર કરીને તેમણે લખ્યું કે, ‘અમૂલની ટ્રિબ્યુટથી હું નિ:શબ્દ છું, તમે એક મહાન વ્યક્તિ હતા પિતાજી, હું તમને મિસ કરું છું.’
ગૌતમી કપૂરે પણ 14 મી એપ્રિલના રોજ ગુરુવારે સોશિયલ મીડિયા પર પણ આ જાણકારી શેર કરી હતી.તેમણે લખ્યું હતું કે, ‘પિતાજી તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો. સૌથી મજબૂત જે વ્યક્તિની મને જાણકારી છે તમે જ હતા.’ રામ કપૂરના પિતા અનિલ કપૂરનું નામ બિલી હતું. તેઓ આ નામથી જ લોકપ્રિય હતા . તેઓ એક એડ એજન્સીના સીઈઓ રહી ચૂક્યા છે.અમૂલ આ એજન્સીની ક્લાયન્ટ રહી છે, અનિલ કપૂરે ‘અમૂલ: ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટેગલાઇન બનાવી છે.
