Forest Department Kutch : વન વિભાગે દરોડો પાડી એરગન સહિતના હથિયારો કબજે કર્યાં

Forest Department Kutch
Forest Department Kutch

Forest Department Kutch : વન વિભાગે દરોડો પાડી એરગન સહિતના હથિયારો કબજે કર્યાં

Forest Department Kutch : વન વિભાગે દરોડો પાડી એરગન સહિતના હથિયારો કબજે કર્યાં

Forest Department Kutch : ભુજ એરપોર્ટ સામે આવેલા આશાપુરાનગરમાં દેશી દારૂના બૂટલેગરના રહેણાકમાં વન વિભાગની ટુકડીએ દરોડો પાડીને વન્ય પ્રાણીઓના શિકાર માટે વપરાતી બે એરગન સહિત તીક્ષ્ણ હથિયારનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. રહેણાકની તપાસમાં શિકાર કરાયેલાં પ્રાણીઓના દાંત, જડબાં, શાહુડીના અવશેષો મળી આવ્યાં છે. બૂટલેગરના ઘરમાં મધરાતે ત્રાટક્યો વન વિભાગ

Forest Department Kutch : આશાપુરાનગરમાં રહેતો સુરેશ દિલીપભાઈ કસવીયા (કોલી) (મૂળ રહે. મનફરા, ભચાઉ) વન્યજીવોનો શિકાર કરતો હોવાની બાતમીના આધારે ભુજ પશ્ચિમ રેન્જના આરએફઓ એ.એચ. સોલંકીના નેતૃત્વમાં ૧૪ કર્મચારીઓની ટીમે મધરાતે ૧૧ વાગ્યાના અરસામાં તેના રહેણાકમાં દરોડો પાડ્યો હતો.

Forest Department Kutch : ઘરના પેટી પલંગની તલાશી લેતા તેમાંથી હાઈ ક્વૉલિટીની બે એરગન ઉપરાંત નાનાં મોટાં ચાકુ, છરી, ભાલા, ટોર્ચ વગેરે જેવા ૩૦થી વધુ હથિયારો સાધનો મળી આવ્યાં હતા. તો, શિકાર થયેલી એક શાહુડી અને અન્ય વન્ય જીવોના અંગોના અવશેષો મળી આવ્યાં હતા.

Forest Department Kutch : વન વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ દિલીપ વગડામાં રખડતાં ભૂંડ સહિતના પ્રાણીઓનો શિકાર કરતો હતો. તેની વિરુધ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો તળે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. સામાન્ય રીતે વન વગડામાં ફરતાં શિકારીઓને પકડતા વન વિભાગે આ રીતે શિકારીના ઘરમાં દરોડો પાડતાં અબોલ જીવોનો સંહાર કરતા શિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Forest Department Kutch : ૭૫ લિટર દેશી દારૂ, ૧૦ લિટર આથો જપ્ત

Forest Department Kutch : વન તંત્રની ટીમે દરોડો પાડ્યો ત્યારે દિલીપના ઘરમાં દેશી દારૂની ભઠ્ઠી, દેશી દારૂ ભરેલાં ૧૩ બેરલ અને આથો ભરેલાં બે પીપડાં જોવા મળ્યાં હતા. જેના પગલે ભુજ એ ડિવિઝન પોલીસને જાણ કરાતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે દિલીપના ઘરમાંથી ૧૫ હજારના મૂલ્યનો ૭૫ લિટર દેશી દારૂ ભરેલાં ૧૩ બેરલ, ૧૦ લિટર આથો ભરેલું એક બેરલ જપ્ત કરી તેની વિરુધ્ધ પ્રોહિબિશનની વિવિધ ધારા તળે ગુનો દાખલ કર્યો હતો.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *