ડ્રાઇવિંગ લાઇસન્સને લઇને સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી

હવે ડ્રાઇવિંગ લાઇસન્સની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થશે
નવા નિયમ મુજબ લર્નિંગ લાઇસન્સ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન હશે. એટલે એપ્લિકેશનથી લઇ લાઇસન્સ પ્રિટિંગ સુધી આખી પ્રોસેસ ઓનલાઇન હશે. તેની સાથે જ ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અને ડોક્યૂમેન્ટનો ઉપયોગ મેડિકલ સર્ટિફિકેટ્સ, લર્નિંગ લાઇસન્સ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને તેના રિન્યૂઅલ માટે હવે તમારે RTO જવાની જરૂર નહી રહે.

આ સુવિધા માટે રજિસ્ટ્રેશન જરૂરી

રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું રિન્યૂઅલ હવે 60 દિવસ એડવાન્સમાં કરી શકાય છે. તેના માટે ટેમ્પરરી રજિસ્ટ્રેશની સમયમર્યાદા પણ હવે 1 મહિનાથી વધારી 6 મહિના કરી દેવામાં આવી છે.

લર્નિંગ લાઇસન્સ માટે RTO જવાની જરૂર નથી

સરકારે લર્નિંગ લાઇસન્સ માટે આ પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કર્યા છે. હવે તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે RTO જવાની જરૂર નથી, આ કામ ટ્યૂટોરિયલ દ્વારા ઘરે બેઠા જ ઓનલાઇન કરી શકાય છે.
સમય વધારાયો
વિભાગે એક સર્ક્યૂલર બહાર પાડ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે જે ડોક્યૂમેન્ટ 1 ફેબ્રુઆરી 2020ના રોજ એક્સપાયર થઇ ગયા હતા, તેને 30 જૂન 2021 સુધી માન્યતા આપવામાં આવે છે. આમ તમારે હવે જો તમારૂ ડ્રાઇવિંગ લાઇસન્સ એક્સપાયર થયુ હોય તો ટેન્શન કરવાની જરૂર નથી આ માટેની સમય મર્યાદા વધારી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *