ઉતરપ્રદેશ રાજ્યના છેલ્લા છ મહિનાથી પરીવારથી વિખુટા પડી ગયેલ વ્યક્તિને તેના પરીવાર સાથે મિલાપ કરાવતી ગઢશીશા પોલીસ

મેં.આઈ.જી.પી.શ્રી જે.આર.મોથાલીયા સાહેબ સરહદી રેન્જ , ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભસીંગ સાહેબ નાઓની સુચના તથા નાયબ પોલીસ અધીક્ષકશ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓના માર્ગદર્શન હેઠળ માનવીય સંવેદના દાખવી રોડ રસ્તા ઉપર રખડા ભટકતા વ્યક્તિઓની જરૂરી પૂછપરછ કરી તેના પરિવાર સાથે મિલાપ કરાવવાની સુચના આપેલ હોઈ જે અન્વયે અત્રેના ગઢશીશા પોલીસ સ્ટાફ દ્વારા માનવીય સંવેદના દાખવેલ હોઈ જે આધારે ગઢશીશા પો.સ્ટે પો.ઇન્સ શ્રી.આર.ડી.ગોજીયા તથા સ્ટાફના માણસો ગઈ તા .૦૯ / ૦૪ / ૨૦૨૧ નાં રોજ દેઢિયા બાયઠ હાઈવે રોડ ઉપર ચોરીની તપાસમાં જઈ રહેલ હતા આ દરમ્યાન રોડ ઉપર એક અજાણ્યો વ્યક્તિ રખડતી ભટકતી હાલતમાં હાઈવે ઉપર પગપાળા જતો હોવાનો જણાઈ આવેલ હોઈ આથી તુરત તેને રોકી તેનું નામ ઠામ પૂછતા પોતાનું નામ વિનોદકુમાર બાબુરામ ધોબી રહે.સરાયમીર તા.મારહરા જી.ઇટા ઉતરપ્રદેશવાળો હોવાનું જણાવેલ હોઈ અને તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી તેનું ઈલેક્શનકાર્ડ મળી આવેલ હોઈ આથી તે કાર્ડ આધારે તુરત ઓનલાઈન ચેક કરી તેના આધારે તેના વાલીવારસોનો તુરત સમ્પર્ક કરતા મજકુર ઇસમ છેલ્લા સાતેક માસથી ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગયેલ હોવાનું જણાવેલ હોઈ આથી તેમના પરિવારજનોએ તથા સગા સબંધીઓએ ખુબજ વ્યાપક પ્રમાણમાં શોધખોળ કરવા છતાં ઉપરોક્ત વ્યક્તિ ક્યાય મળી આવેલા નહી અને ખુબ લાંબો સમય થઈ ગયેલ હોઈ તેઓના પરિવારજનોએ ઉપરોક્ત વ્યક્તિ મરણ ગયેલ હોવાનું માની લીધેલ હતું તેવું તેમના સગાએ પોલીસને જણાવેલ હતું અને મજકુર વ્યક્તિને સંતાનમાં ત્રણ દીકરી તથા એક દીકરો નાની ઉમરના હોવાનું જાણવા મળેલ અને તેઓ ગુમ થયેલ ત્યારથી તેના પરિવારજનો ખુબજ વ્યાકુળ હોવાનું જણાવેલ હોઈ આથી તેના અન્ય સગા સબંધીનો પણ સમ્પર્ક કરી મજકુર વ્યક્તિના સગા માસીયાઈ ભાઈ નામે જીતેન્દ્રકુમાર વિજેન્દ્રસિંહ માથુર રહે.દિલ્લી વાળાઓ તેને લેવા માટે આવતા તેઓની જરૂરી પૂછપરછ કરી તેઓનો કબજો તેમને વિધિવત સુપ્રત કરવામાં આવેલ હતો અને તેઓએ ગુજરાત પોલીસનો આવો માનવીય અભિગમ દાખવી પોતાના પરીવારના છુટા પડેલ વ્યક્તિનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલ હોઈ આથી તેઓએ ગુજરાત પોલીસનો તથા સમગ્ર કચ્છ પોલીસનો ભાવુક શબ્દોમાં ખુબ ખુબ આભાર માનેલ હતો અને શુભેચ્છાઓ પાઠવેલ હતી આમ ગઢશીશા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ખુબજ માનવીય સંવેદના દાખવી ખુબ લાંબા સમયથી છુટા પડેલ વ્યક્તિનો તેમના પરિવાર સાથે મિલાપ કરાવી માનવીય અભિગમ સંવેદના દાખવી તેના પરિવાર સાથે મિલાપ કરાવેલ હતો અને ઉતમ કામગીરી કરેલ . હતી ગુમ થાનાર વ્યક્તિનું નામ સરનામું વિનોદકુમાર બાબુરામ ધોબી રહે.સરાયમીર તા.મારહરા જીલ્લો – ઇટા રાજ્ય – ઉતર પ્રદેશ , ઉપરોક્ત કામગીરીમાં પો.ઇન્સ આર.ડી.ગોજીયા તથા પો.હેડ.કોન્સ નવીનભાઈ.ડી.પટેલ તથા પો.કોન્સ વિક્રમસિંહ.પી.જાડેજા તથા એલ.આર લક્ષ્મણભાઈ પી.ગઢવી તથા એલ.આર મહેશ ચૌધરી એ રીતેના પોલીસ સ્ટાફના માણસો દારા સફળ કામગીરી કરવામાં આવેલ હતી .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *