GANDHINAGAR SCHOOL : ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી

GANDHINAGAR SCHOOL : અમદાવાદ બાદ હવે ગાંધીનગરની પણ કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ તમામ શાળાઓ ખૂબ જ ખ્યાતનામ હોવાનું સામે આવ્યુ છે. ગાંધીનગરની અનેક શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી ભરેલો ઈ-મેઈલ મળતા હલચલ મચી ગઈ છે.
ગાંધીનગરમાં પણ શાળાઓને ધમકી મળતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને SOGની ટીમો દ્વારા તપાસ શરૂ કરી. શાળાઓમાં વિદ્યાર્થીઓની સલામતી માટે સંચાલકોએ તરત જ જરૂરી પગલાં લીધા અને વિદ્યાર્થીઓને સલામત રીતે રહેવા જણાવ્યું.
GANDHINAGAR SCHOOL : ગાંધીનગરની શાળાઓને મળેલા ઈ-મેઈલમાં સ્પષ્ટ લખાયું છે કે બપોરે 1.11 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થવાના જોખમ સાથે શાળાઓને ઉડાવી દેવાની યોજના છે. ગાંધીનગરમાં કલોલની આવિષ્કાર, ખોરજની જેમ્સ એન્ડ જેનેસિસ શાળાઓને મળી છે.
પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે ધમકીભર્યો ઈ-મેઈલ ખાલિસ્તાન મૂવમેન્ટ સાથે સંકળાયેલા ગ્રુપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ ઇમેઇલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ લોરેન્સ બિશ્નોઇના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈ-મેઈલ શાળાઓને સવારે 8:33 મિનિટે મળ્યો હતો અને ત્યારબાદ બપોરે 1.11 કલાકે બ્લાસ્ટ થવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. હાલ સુરક્ષા વધારીને તપાસ ચાલી રહી છે.
મહત્વનું છે કે અમદાવાદની અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ ગાંધીનગરની શાળાઓને પણ ધમકી મળ્યાની માહિતી સામે આવી. અમદાવાદમાં મહારાજા અગ્રસેન, ઝાયડસ, ઝેબર, DAV ઈન્ટરનેશનલ સ્કૂલ, નિર્માણ, CBSE ડિવાઇન સ્કૂલ તેમજ સહિત અનેક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે.