ગુજરાતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે આયુર્વેદથી ઘણા બધા દર્દીઓ સાજા થઈ શકે છે ત્યારે આયુર્વેદની મદદથી કોરોના સામે કઈ રીતે લડી શકે તે માટે આયુર્વેદિક ડૉક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કારણે સતત કેસ વધી રહ્યા છે અને જનતા ત્રાહિમામ પોકારી રહી છે ત્યારે સરકારી હોય કે ખાનગી હોસ્પિટલોના બેડ ફુંક થિયા ગયા છે ત્યારે કોરોના વાયરસ મટાડવા અંગે સુરતની આયુર્વેદિક ડૉક્ટર દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. સુરતના આયુરદવેદાચાર્ય દેવાંગી જોગલ દ્વારા આ માહિતી આપવામાં આવી છે કે કોરોના વાયરસના આ સંક્રમણના દોરમાં નાસ લેવાથી ખૂબ જ ફાયદો મળી જાય છે. આ સિવાય ઉકાળાથી પણ લાભ મળે છે, આ સિવાય હળદર અને સૂંઠ અને મધ લેવાથી કોરોના વાયરસ સામે રક્ષણ મેળવી શકાય છે તથા જો કોરોના થયો હોય તો તેમાં પણ ફાયદો મળી શકે છે. 

નાસથી ફેફસાં સુધી ન પહોંચે કોરોના 

દેવાંગી જોગલ સલાહ આપે છે કે જો કોઈના પણ સંપર્કમાં આવ્યા બાદ જો નાસ લઈ લેવામાં આવે તો કોરોના વાયરસનું સંક્રમણ ફેફસા સુધી પહોંચવાથી બચી શકાય છે. 

કઈ રીતે નાસ લેવા 

  • કોઈના પણ સંપર્કમાં આવો ત્યારે જ નાસ લઈ લો 
  • સાદા પાણીમાં અજમો અથવા નિલગિરીના તેલના ટીપાં નાંખી શકાય 
  • કઈં ન હોય તો સાદા પાણીથી જ લઈ શકાય 
  • દિવસમાં ત્રણ વાર નાસ લેવાનું રાખો 
  • આયુર્વેદાચાર્યએ જણાવ્યું કે નાસ લેવા માટે 10 વાર નાકથી નાસ લઈને મોઢામાંથી કાઢવાનો અને 10 વાર મોઢામાંથી નાસ લઈને નાકમાંથી કાઢવાનો. દેવાંગી જોગલે કહ્યું કે અમે પેશન્ટને જોયા બાદ અમે પણ નાસ લઈએ છીએ. 

કોરોના સામે બીજું શું કરી શકાય? 

  • કોઈ પણ આયુર્વેદિક ઉકાળા લઈ શકાય 
  • સરકાર દ્વારા આયુર્વેદિક બતાવવામાં આવ્યા છે
  • દિનચર્યામાં પણ ઉકાળાને વણી લેવા 
  • નાસ લેવા 
  • હળદર અને સૂંઠ અને મધ લેવા 

બહારથી ઘરે આવો ત્યારે નાસ લઈને જ ઘરમાં આવો 

  • ઘરેથી બહાર જાઓ ત્યારે નાસ લઈને જ જવું 
  • નાસ લેવાથી કોરોનાથી બચી શકાય છે 

દેવાંગી જોગલે કહ્યું કે તેમની હોસ્પિટલ દ્વારા આઠથી દસ હજાર દર્દીઓને માત્ર આયુર્વેદિક દવાઓથી સાજા કરવામાં આવ્યા છે. અને આ પ્રકારે સારવાર લેવામાં ખર્ચ પણ ઓછો આવે છે. 
 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *