
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. ચૈત્રી નવરાત્રીમાં માતાજીની ભક્તિનો અનેરો મહિમા છે. પરંતુ આ વર્ષે કોરોના કાળમાં નવરાત્રીમાં મંદિર ભક્તો માટે બંધ કરી દેવાયા છે. અંબાજીથી લઈ દ્વારકા સુધીના તમામ નાના મોટા મંદિરોને સરકારે 30 એપ્રિલ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સુરત શહેરના 2 પ્રસિદ્ધ મંદિરો ભક્તો માટે બંધ કરાયા છે. અંબિકા નિકેતન મંદિર નવરાત્રી દરમિયાન બંધ રહેશે. સુરતનું પ્રસિદ્ધ જૂના અંબાજી મંદિર પણ બંધ રહેશે.
જાણો ક્યા-ક્યા મંદિર બંધ છે?
▪️સોમનાથ મંદીર – ગીર સોમનાથ
▪️અંબાજી મંદીર – બનાસકાંઠા
▪️શામળાજી મંદીર – અરવલ્લી
▪️બહુચરાજી મંદીર – બેચરાજી
▪️મહાકાળી મંદીર -પાવાગઢ
▪️રણછોડરાઇ મંદીર – ડાકોર
▪️દ્રારકાધીશ મંદીર – દ્રારકા
▪️સ્વામીનારાયણ મંદીર – વડતાલ
▪️અક્ષરધામ મંદીર – ગાંધીનગર
▪️ભદ્રાકાળી મંદીર – અમદાવાદ
▪️ઇસ્કોન મંદીર – અમદાવાદ
▪️સ્વામિનારાયણ મંદીર – કાલુપુર
▪️જગન્નાથ મંદીર – અમદાવાદ
▪️માતાનો મઢ – કચ્છ
▪️તુલશી શ્યામ મંદીર – અમરેલી
▪️સંતરામ મંદીર – નડીયાદ
▪️ઉમિયા ધામ – ઊંઝા
▪️ખોડલધામ – કાગવડા
▪️ચામુડા માતા મંદીર – ચોટીલા
▪️હર્ષદ મંદીર – પોરબંદર
▪️ભાલકા તીર્થ – ભાલકા
▪️જલારામ મંદીર – વીરપુર