TERRORIST TARGET: આતંકવાદીઓનું મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS નું મુખ્ય કાર્યાલય હતું.

TERRORIST TARGET: આતંકવાદીઓનું મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS નું મુખ્ય કાર્યાલય હતું.

TERRORIST TARGET
TERRORIST TARGET

TERRORIST TARGET : આતંકવાદીઓએ અમદાવાદમાં રેકી કર્યાનો ઘટસ્ફોટ, દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના ફોટા-વીડિયો કેપ્ચર કર્યા હતા.

ગુજરાત ATSએ ઝડપેલા 3 આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે. આતંકવાદીઓએ અમદાવાદના નરોડામાં ફ્રૂટ્સ માર્કેટ આજુબાજુના વિસ્તારની રેકી કરી હતી. આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું RSS મુખ્ય કાર્યાલય હતું, એની પણ રેકી કરવામાં આવી હતી. તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી એના ફોટા અને વીડિયો પણ કેપ્ચર કર્યા હતા. આ અંગે હાલ ATSની ટીમ તપાસ કરી રહી છે.

TERRORIST TARGET
TERRORIST TARGET

TERRORIST TARGET :ATSના DySP શંકર ચૌધરી અને કે. કે. પટેલને બાતમી મળી હતી કે હૈદરાબાદથી એક આતંકવાદી અમદાવાદમાં હથિયારો કલેક્ટ કરવા આવ્યો છે, જેથી ટીમ કામે લાગી હતી અને અડાલજ ટોલનાકા પાસેથી પ્લાન બનાવી ગાંધીનગર પોલીસની મદદથી હૈદરાબાદથી આવેલા આતંકવાદી ડો. એહમદ મોહ્યુદ્દીન સૈયદને ઝડપી લીધો હતો. તેની ગાડીમાંથી ત્રણ વિદેશી ઓટોમેટિક ગન અને 30 કારતૂસ મળી હતી. તેને હથિયાર આપવા માટે આવેલા ઉત્તરપ્રદેશના બે આતંકવાદી સુહેલ અને આઝાદ સુલેમાનને પણ પોલીસે પાલનપુરથી ઝડપી લીધા હતા. હાલ તમામ આતંકવાદીઓની ATS પૂછપરછ કરી રહી છે.

આતંકીઓની પૂછપરછમાં સામે આવ્યું કે આતંકી ડો. મોહ્યુદ્દીન દોઢેક મહિના પહેલાં પણ અમદાવાદ આવ્યો હતો અને એક પાર્સલમાં રૂપિયા લઇને પરત ગયો હતો. મોહ્યુદ્દીન માટે હનુમાન ગઢથી હથિયાર લઇને આવેલા ઉત્તરપ્રદેશના સુહેલ તથા આઝાદ સુલેમાનને ચોક્કસ જગ્યાએથી હથિયાર કલેક્ટ કરીને કલોલ પહોંચવાનો આદેશ મળ્યો હતો.

TERRORIST TARGET :હથિયાર જે-તે સ્થળે કોણે મૂક્યાં હતાં? એની તપાસ ચાલે છે. પ્રાથમિક તપાસમાં તપાસ એજન્સી એવા તારણ પર પહોંચી છે કે હનુમાન ગઢ પાકિસ્તાની બોર્ડર સાથે જોડાયેલો જિલ્લો છે, જેને પગલે ડ્રોનથી હથિયાર બોર્ડર ક્રોસ કરાવીને મોકલ્યાં હતાં, જ્યાંથી આતંકવાદીઓના માણસે એ હથિયારો ચોક્કસ જગ્યાએ મુકાવ્યાં હતાં.

ડો. મોહ્યુદ્દીન અને તેના એક્સપર્ટ માણસોની ટીમ દ્વારા સાયનાઇડ કરતાં પણ ઘાતકી રાઇઝિન નામનું ઝેર તૈયાર કરવામાં આવી રહ્યું હતું, જેના મારફત તેઓ મોટો નરસંહાર કરવાનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તેઓ પાઉડર ફોમમાં ખાવા-પીવાની વસ્તુઓમાં અને લિક્વિડ ફોમમાં પાણીમાં ભેળવી દઇને મોટો અંજામ આપવા માગતા હતા, જે પહેલા જ તેમને ઝડપી લેવામાં આવ્યા છે. એશિયાના ઘણા દેશોમાં ઇસ્લામિક સ્ટેટ ખોરસન પ્રોવિન્સ નામનું આતંકવાદી સંગઠન એક્ટિવ છે.

TERRORIST TARGET :અફઘાનિસ્તાનમાં બેઠેલો તેમનો લીડર આબુ ખજેદા તમામ આતંકવાદીઓે જુદા-જુદા આદેશ આપી કામ કરાવતો હતો. આ સંગઠનના આતંકવાદીઓ ગુજરાત સહિત દેશભરમાં સક્રિય છે, હવે તેમની તપાસ ચાલી રહી છે. અગાઉ પણ ગુજરાતમાં આ આતંકવાદી સંગઠનના માણસોને ઝડપી લેવામાં આવ્યા હતા.

7 નવેમ્બર, શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિમાં સંડોવાયેલો અહેમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખસ ગુજરાત આવ્યો છે. એના પછી ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઇ ખાસ સફળતા ન મળી, પણ રાત્રે 9 વાગ્યા આસપાસ અહેમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને ઝડપી લેવાનો પ્લાન બનાવ્યો હતો.

TERRORIST TARGET :ગાંધીનગર અને પાલનપુરમાંથી ઝડપાયેલા ISISના 3 આતંકવાદી અંગે એક પછી એક ચોંકાવનારા ઘટસ્ફોટ સામે આવી રહ્યા છે. આ ત્રણેય આતંકીને તેમના આકા આગળ શું કરવાનું છે એની માહિતી એકસાથે આપવાને બદલે ટુકડે ટુકડે આપતા હતા. ત્રણેય આતંકી સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આપણે બદલો લેવાનો છે, આપણે કંઇક કરવું જોઇએ, ઘણા મુસ્લિમોને ભેગા કરવાના છે એવી વાતો કરતા હતા. આતંકી આઝાદ સુલેમાન શેખ અને મહમ્મદ સુહેલે અગાઉ અમદાવાદના સંવેદનશીલ વિસ્તારો અને ભીડભાડવાળી જગ્યાની રેકી કરી હતી.

TERRORIST TARGET
TERRORIST TARGET

આતંકીઓ પાસેથી મળેલાં હથિયારો.

વધુ સમાચારો અને અપડેટ્સ જાણવા માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *