DHARMENDRA : ધર્મેન્દ્રના અવસાનના સમાચાર પર હેમા માલિની અને એશા દેઓલ ભડક્યા, ‘પપ્પાને કંઈ નથી થયું, ખોટી માહિતી ન ફેલાવો’

રાજનાથ સિંહ-જાવેદ અખ્તરે પહેલા શોક વ્યક્ત કર્યો, પછી પોસ્ટ ડિલિટ કરી. દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રના અવસાનના સમાચાર સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે શોક વ્યક્ત કર્યો, પછી X પરની તેમની પોસ્ટ ડિલિટ કરી. શ્વાસ લેવામાં તકલીફ થતાં તેમને સોમવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

મંગળવારે સવારે તેમના મૃત્યુના સમાચાર આવ્યા, જોકે તેમની દીકરીએ નારાજગી વ્યક્ત કરી અને અહેવાલોને નકારી કાઢ્યા.

ઈશા દેઓલે સોશિયલ મીડિયા પર જાહેર કરેલા એક નિવેદનમાં તેમના અવસાનના અહેવાલોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. તેણે લખ્યું, “મીડિયા સંપૂર્ણપણે ખોટા સમાચાર ફેલાવી રહ્યું છે. પપ્પાની સ્થિતિ સ્થિર છે અને તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે. અમે દરેકને અમારા પરિવારની ગોપનીયતાનો આદર કરવા વિનંતી કરીએ છીએ. પપ્પાના ઝડપી સ્વસ્થ થવા માટે તમારી પ્રાર્થના બદલ આભાર.”