
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની મહાનગરપાલિકાઓમાં કોરોના અંગે ચાલી રહેલા કામ સંદર્ભે પદાધિકારીઓ- અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની આઠ મહાનગરપાલિકાના પદાધિકારીઓ – અધિકારીઓ સાથે કોરોનાની કામગીરી અંગે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ કોર્પોરેશનના અધિકારીઓને જણાવ્યું હતું કે, જો તમે કોરોના સંક્રમણના નિયંત્રણમાં એક મહત્વની ભૂમિકા ભજવશે, તો કોરોનાના વધતા કેસોમાં જરૂરથી ઘટાડો લાવી શકાશે. સાથે જ તેમણે કોરોનાની ટેસ્ટીંગથી ટ્રીટમેન્ટ સુધીની વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા સૂચનાઓ આપી હતી. વધુમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવા ચૂંટાયેલા પદાધિકારીઓ માટે કોરોના કાળમાં સેવા કરવાની આ એક ઉત્તમ તક છે.