વેકસીનનો બીજો ડોઝ લઇને ૭૦ વર્ષિય માલીનીબેન જણાવે છે કે રસીકરણ પ્રજાના હિતમાં સરકારનો શ્રેષ્ઠ અભિગમ

અત્યારના સમયમાં કોરોના જે પરિસ્થિતિનું સર્જન કરી રહયું છે તેના કારણે લોકોમાં રસી અંગે જાગૃતિ અને જરૂરિયાત બંનેમાં વધારો થઇ રહયો છે જેના પરિણામ સ્વરૂપે લગભગ તમામ રસીકરણ કેન્દ્રો પર વધુને વધુ સંખ્યામાં લોકો રસી લેવા આવી રહયા છે.

આ તકે ભુજ ખાતે રસીનો બીજો ડોઝ લેતા ૭૦ વર્ષીય માલીનીબેન દિનેશભાઇ અંતાણી જણાવે છે કે, મેં જયારે વેકસીનનો પહેલો ડોઝ લીધો ત્યારે પણ મને કોઇજ તકલીફ થઇ ન હોતી અને આજે મે બીજો ડોઝ પણ લઇ લીધો છે અને સાચું કહું તો અત્યારથી જ સુરક્ષિત અનુભવી રહી છું. આપણા સ્વાસ્થ્ય માટે સરકાર આટલા પ્રયાસો કરી રહી છે. આટલું સરસ આયોજન કરી રહી છે ત્યારે ખરેખર આપણે સરકારશ્રીનો આભાર માનવો જોઇએ.
સમાચાર સંખ્યાઃ ૩૫
ભુજમાં રસીનો બીજો ડોઝ લઇ અત્યારની પરિસ્થિતિમાં
રસીને જ સર્વશ્રેષ્ઠ વિકલ્પ ગણાવતા ૭૦ વર્ષિય ભરતભાઇ
ભુજ, મંગળવારઃ
કોરોનાના વિરુધ્ધ રસીકરણને વેગ આપવા માટે સરકારે રસી ઉત્સવ શરૂ કર્યો છે અને જેને સારો પ્રતિસાદ પણ સાંપડી રહયો છે ત્યારે ભુજમાં વ્યાયામ શાળા ખાતે રસીકરણ કેન્દ્રમાં રસી લેવા માટે લોકોનો સારો એવો ઘસારો જોવા મળ્યો હતો.
આ તકે ૭૦ વર્ષીય રસી લેતા ભરતભાઇ ઠાકર જણાવે છે કે, મેં રસીનો બીજો ડોઝ લીધો છે અને ખુશી છે કે ટીકાકરણ ઉત્સવ અંતર્ગત મને આ લાભ મળ્યો છે. રસીથી કોઇ આડઅસર થતી નથી ખરા અર્થમાં તો અત્યારની આ મહામારીનું સોલ્યુશન જ રસી છે. હું બે હાથ જોડી નમ્ર વિનંતી કરું છું કે બીજા બધા કામ મુકીને રસીકરણને અગ્રતા આપો. તો સરકારશ્રીના આપણા હિતમાં લીધેલા આ પ્રયાસને અપનાવીએ અને તેમાં સહભાગી થઇએ તો આપણી ફરજ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *