Bjp Kutch ભાજપે હંમેશાં વિકાસની રાજનીતિ અપનાવી જે સંકલ્પ આપ્યો તે સિદ્ધ કરી બતાવ્યો : જગદીશ વિશ્વકર્મા

Bjp Kutch ભાજપે હંમેશાં વિકાસની રાજનીતિ અપનાવી જે સંકલ્પ આપ્યો તે સિદ્ધ કરી બતાવ્યો : જગદીશ વિશ્વકર્મા

Bjp Kutch ભાજપે હંમેશાં વિકાસની રાજનીતિ અપનાવી જે સંકલ્પ આપ્યો તે સિદ્ધ કરી બતાવ્યો છે, એવું પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર કચ્છની મુલાકાતે આવેલા જગદીશ વિશ્વકર્માએ ભુજના સ્મૃતિવન ખાતે આયોજિત અભિવાદન સમારોહમાં જણાવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષનું દોઢ લાખ નોટબૂકોથી અભિવાદન કરાયું હતું. આ નોટબૂક જરૂરતમંદ છાત્રોને આપી સમાજસેવાનું ભાથું બાંધવામાં આવશે. શ્રી વિશ્વકર્માએ કોંગ્રેસની માનસિકતા ગુજરાત વિરોધી હોવના લીધે ત્રણ દાયકાથી ગુજરાતની પ્રજાએ તેમને સત્તાથી દૂર રાખ્યા છે અને મને વિશ્વાસ છે કે હજુ આગામી 25 વર્ષ સત્તાસ્થાને આવવાનાં સપનાંને ભૂલી જજો તેવું કહી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા હતા. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો અને કાર્યકરોની હાજરીમાં આયોજિત અભિવાદન સમારોહમાં કચ્છી માડુઓનો ઋણસ્વીકાર કરતાં શ્રી વિશ્વકર્માએ કહ્યું કે, આપત્તિને અવસરમાં પલટાવવાની આ જિલ્લાની ખમીરવંતી પ્રજાની તાસીર દેશ-દુનિયા માટે પ્રેરણારૂપ બની છે. ભૂકંપમાં ભંગાયેલું કચ્છ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, તેનું શ્રેય તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપી પ્રદેશ અધ્યક્ષે કચ્છની ધરાના સપૂત એવા ક્રાંતિવીર પંડિત શ્યામજી કુષ્ણ વર્માને યાદ કર્યા હતા.

Bjp Kutch : બાઈક રેલી યોજી કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું : ભુજ સ્વામિનારાયણ મંદિરે સંતોનાં દર્શન કર્યા બાદ યુવા મોરચા આયોજિત બાઈક રેલી મારફત અભિવાદન સ્થળ સ્મૃતિવન પહોંચ્યા હતા અને જયશ્રી રામ અને ભારત માતા કી જયના નારા સાથે કાર્યકરોનું અભિવાદન ઝીલ્યું હતું.

Bjp Kutch : કોંગ્રેસના લીધે કચ્છમાં નર્મદાનીર મોડા પહોંચ્યાં : કોંગ્રેસે સરદાર સરોવર ડેમનાં નિર્માણમાં હવનમાં હાડકાં નાખવાનું જ કામ કર્યું છે. કોંગ્રેસનાં કારણે જ કચ્છમાં નર્મદાનાં નીર મોડા પહોંચ્યાં છે. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા તેના 17 દિવસમાં સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાને મંજૂરી આપી હતી, જેથી કેવડિયાથી કચ્છ સુધી નર્મદાનાં નીર પહોંચ્યાં છે.

Bjp Kutch : પ્રદેશ અધ્યક્ષનાં સન્માનમાં કચ્છે રેકોર્ડ સર્જ્યો : સાંસદ વિનોદ ચાવડા અને જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે જગદીશ વિશ્વકર્માને કચ્છની ધરતી પર આવકાર આપવા સાથે તેમના અભિવાદનમાં કચ્છે રેકોર્ડ સર્જ્યો હોવાનું કહ્યું હતું. 1.51 લાખ નોટબૂકોથી અભિવાદન ગુજરાતમાં પ્રથમવાર થયું છે. આ નોટબૂકો જરૂરતમંદ છાત્રોને આપવામાં આવશે.

Bjp Kutch :100થી વધુ સંસ્થા દ્વારા સન્માન : પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું 100થી વધુ સંસ્થાએ સન્માન કર્યું હતું. 1.પ1 લાખ નોટબૂકો માટે સહયોગ આપનારા વિવિધ દાતાઓને પણ સન્માનવા સાથે આવકારવામાં આવ્યા હતા.

Bjp Kutch : સંતો-જૂના જનસંઘીઓનું સન્માન : જગદીશ વિશ્વકર્માએ વિવિધ સાધુ-સંતો સાથે જૂના જનસંઘીઓને મળી તેમનું સ્વાગત કર્યું હતું. આવા નિષ્ઠાવાન કાર્યકરો થકી જ પક્ષ આ ઊંચાઈએ પહોંચ્યાનું કહ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ સમુદાયના સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા.

Bjp Kutch : અગ્રણીઓની ઉપસ્થિતિ : કાર્યક્રમમાં પ્રભારીમંત્રી કાંતિલાલ અમૃતિયા, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, ધારાસભ્યો કેશુભાઈ પટેલ, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા, જિ. પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સંગઠન પ્રભારી કશ્યપ શુક્લા, પ્રદેશ અભિવાદન સમારોહ સમિતિના ઇન્ચાર્જ ધવલ દવે, ઋત્વિજ પટેલ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, જિલ્લા મહામંત્રી ધવલ આચાર્ય, દિલીપ શાહ, નરેન્દ્ર પ્રજાપતિ, ડો. મુકેશ ચંદે, રાહુલ ગોર, પુષ્પદાન ગઢવી, રમેશભાઈ મહેશ્વરી, પારુલબેન કારા, જાગૃતિબેન શાહ, બાબુ ભીમા હુંબલ, અરજણ રબારી, જિગર છેડા, પૂનબમેન જાટ, દિલીપ ત્રિવેદી, અરુણભાઈ વછરાજાની, ઉપેન્દ્ર ઉપાધ્યાય, નરેન્દ્ર પ્રજાપતિ, દિલીપ શાહ સહિત હાજર રહ્યા હતા. મીડિયા ઈન્ચાર્જ સાત્ત્વિકદાન ગઢવી, સહઈન્ચાર્જ ચેતન કતિરા, અનવર નોડે, સંજય મહેશ્વરીએ તેમજ પ્રદેશ ડિબેટ સેલના શૈલેશ પરમારે વ્યવસ્થા સંભાળી હતી. અભિવાદન સમારોહ સમિતિના ઇન્ચાર્જ ધવલ આચાર્ય, સહઇન્ચાર્જ રાહુલ ગોર, પ્રફુલ્લસિંહ જાડેજા, હિતેશ ખંડોર રહ્યા હતા.

વધુ સમાચારો માટે અહીં ક્લિક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *