
RBIની લોન ધારકોને મોટી રાહત, 1 ઓક્ટોબર થી લાગુ થશે નવા નિયમો
RBIની લોન ધારકોને મોટી રાહત, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) સામાન્ય લોકો અને નાના ઉદ્યોગોને મોટી રાહત આપતા લોન સંબંધિત નવા નિયમોની જાહેરાત કરી છે. આ નિયમો 1 ઓક્ટોબર 2023થી અમલમાં આવશે. નવા ફેરફારોને કારણે લોન લેવી વધુ સરળ બનશે અને EMIનો બોજ પણ ઘટશે.
✅ EMIમાં રાહત
હવે જો તમે ફ્લોટિંગ રેટ પર લોન લઈ રહ્યા હોવ તો બેન્ક ત્રણ વર્ષના લોક-ઈન પિરિયડ પહેલા પણ EMI ઘટાડીને રાહત આપી શકશે.
લોનધારકોને ફિક્સ્ડ રેટ લોનને ફ્લોટિંગ રેટમાં સ્વિચ કરવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ થશે. જો કે, આ સુવિધા ફરજિયાત નહીં હોય.
✅ ગોલ્ડ લોનના નવા નિયમો
હવે માત્ર જ્વેલર્સ જ નહીં, પરંતુ કારોબારી, કારીગર અને નાના ઉદ્યોગો પણ ગોલ્ડના કાચા માલ સામે લોન લઈ શકશે.
ગોલ્ડ મેટલ લોનની ચુકવણીની સમય મર્યાદા 180 દિવસથી વધારીને 270 દિવસ કરવામાં આવી છે.
નોન-પ્રોડ્યુસર જ્વેલરી વેપારીઓને પણ હવે આ સુવિધાનો લાભ મળશે.
✅ બેન્કોની નાણાકીય સ્થિતિ મજબૂત
RBIએ બેન્કોને ઓફશોર માર્કેટ મારફતે ફંડ એકત્ર કરવાની છૂટ આપી છે.
હવે બેન્કો ફોરેક્સ માર્કેટ તથા રૂપિયામાં બોન્ડ જાહેર કરી વધુ મૂડી મેળવી શકશે.
વિદેશી બેન્કોની ભારતીય શાખાઓ માટે પણ નવા નિયમો લાગુ થશે, જેનાથી જોખમ ઓછું થશે.
✅ ક્રેડિટ ડેટા વધુ સચોટ
હવે બેન્કો અને NBFC દર સપ્તાહે ક્રેડિટ બ્યુરોને ડેટા મોકલશે (પહેલાં પાક્ષિક મોકલવામાં આવતો).
રિપોર્ટમાં CKYC નંબરનો સમાવેશ કરાશે, જેના કારણે ઓળખ પ્રક્રિયા સરળ બનશે અને ભૂલોમાં ઘટાડો થશે.